મનોરંજન

પીળા રંગની બિકી અને ખુલ્લા વાળમાં દેખાઈ સલમાનની અભિનેત્રી, તો લોકો બોલ્યા: “નીચે મચ્છર કરડી જશે મેડમ”

7 તસ્વીરો જોઈને લોકો બોલી ઉઠ્યા : “નીચે મચ્છર કરડી જશે મેડમ”

દિશા પટની તેના ડ્રેસિંગ સેન્સને લઈને અવાર નવાર ચર્ચામાં આવતી હોય છે. સલમાન ખાનની ફિલ્મ “રાધે યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ”માં દિશા નજર આવવાની છે. થોડા સમય પહેલા જ દિશાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો છે. જો કે તેને ફોટો શેર કરવાની સાથે કોઈ કેપશન નથી લખ્યું.

આ તસ્વીરની અંદર દિશા પીળા રંગની નજર આવી રહી છે. સાથે જ તેને વાળને પણ ખુલ્લા રાખ્યા છે. તેને આ હાલતમાં જોઈને હવે લોકો તેની પોસ્ટ ઉપર ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ તો દિશાને આખા કપડાં પહેરવાની પણ સલાહ આપી દીધી છે.

હાલમાં દિશા અને ટાઇગર શ્રોફ રિલેશનમાં છે એવી ખબરો સોશિયલ મીડિયામાં ખુબ જ ફેલાઈ રહી છે. પરંતુ હજુ સુધી ટાઇગર કે દિશા બંનેમાંથી કોઈએ પોતાના આ સંબંધોની કબૂલાત નથી કરી.

પીળા રંગની મોનોકીનીમાં દિશા સમુદ્ર કિનારે ફોટોશૂટ કરાવતી નજર આવી રહી છે. દિશા પોતાની પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ ચાન્સ હાથમાંથી જવા દેવા નથી માંગતી.દિશાનો આ આવતાર જોઈને ઘણા લોકો કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ તો કોમેન્ટ કરીને કહ્યું: “મચ્છર કરડી જશે મેડમ, ડેન્ગ્યુ થઇ જશે, આખા કપડાં પહેરી લો..”

તો બીજા એક યુઝર્સે લખ્યું છે કે: “જીવ લેવાનો ઈરાદો છે કે શું તમારો?” તો બીજા એકે લખ્યું છે: “બહુ જ સરસ ચિત્ર છે પરંતુ ઝાંખું છે.” ઘણા જ ઓછા લોકો જાણતા હશે કે દિશા પોતાના કેરિયરના શરૂઆતના દિવસોમાં મોડેલ અને

ટીવી અભિનેતા પાર્થ સમથાન સાથે સંબંધોમાં હતી. પરંતુ પાર્થની બેવફાઈના કારણે સંબંધ પૂરો થઇ ગયો હતો. આ વાત દિશાએ જ એક ઇન્ટરવ્યૂમાં જણાવી હતી. એક સમય હતો જયારે દિશા અને પાર્થ એક બીજાને ડેટ કરતા હતા. આ દરમિયાન બંનેએ ફ્રેશ ફેસ હંટ સ્પર્ધામાં ભાગ લીધો હતો. અહિયાંથી જ બનેંના સંબંધોની શરૂઆત થઇ હતી.

બનેંની મિત્રતા ધીમે ધીમે પ્રેમમાં બદલાઈ ગઈ. ત્રણ વર્ષ સુધી દિશા અને પાર્થ સાથે હતા. બંને એકબીજાને ખુબ જ પ્રેમ કરતા હતા.બનેંને પાર્ટીનો શોખ હતો. પછી અચાનક જ બંનેનું બ્રેકઅપ થઇ ગયું. બ્રેકપણું કારણ પણ ચોંકવનારું હતું. દિશાને ખબર પડી ગઈ હતી કે પાર્થ તેની સાથે છેતરપિંડી કરી રહ્યો છે.

બરેલી (યુપી)માં જન્મેલી દિશાએ કેરિયરની શરૂઆત 2015માં આવેલી તેલુગુ ફિલ્મ “લોફર”થી કરી હતી. જો કે તેને એક વર્ષ પછી જ એમએસ ધોની બાયોપિકમાં કામ કરવાનો અવસર મળી ગયો હતો. આ ફિલ્મ બાદ દિશાનું કેરિયર ચાલી નીકળ્યું. અને તેને પોતાના 5 વર્ષના કેરિયરમાં 7 ફિલ્મોમાં કામ કર્યું છે.

દિશાના પિતા જગદીશ પટની પોલીસ વિભાગમાં સીઓની પોસ્ટ ઉપર છે. તો તેની મોટી બહેન ખુશ્બુ ઇન્ડિયન આર્મીમાં લેફ્ટિનેન્ટ છે. ખુશ્બુ અને દિશાનો એક નાનો ભાઈ પણ છે જે હજુ સ્કૂલમાં ભણે છે.

2011માં 12મું ધોરણ પાસ કરીને દિશાએ લખનઉની એમિટી યુવર્સીટીમાં એડમિશન લીધું હતું. ત્યાં કોલેજમાં થયેલી પાર્ટીમાં દિશાને મિસ કોલજ તરીકે પસંદ કરવામાં આવી હતી. ત્યારબાદ તેને મિસ લખનઉ સ્પર્ધામાં ભાગ લીધો. મિસ લખનઉ બન્યા બાદ દિશા પેન્ટાલૂન મોડેલમાં ફર્સ્ટ રનરઅપ રહી.

2016માં દિશાએ ટાઇગર શ્રોફ સાથે મ્યુઝિક વિડીયો “બેફીકરા”માં કામ કર્યું. દિશા અત્યાર સુધી “એમએસ ધોની, કુંગફુ યોગા, વેલકમ ટુ ન્યુયોર્ક, બાગી-2, ભારત, મલંગ અને બાગી-3” જેવી ફિલ્મોમાં કામ કરી ચુકી છે.

દિશા જલ્દી જ સલમાન ખાન સાથે તેની આવનારી ફિલ્મ “રાધે”માં નજર આવશે. આ ઉપરાંત તે અશિમા છિબ્બરની એક બીજી ફિલ્મ “કેટીના”માં પણ નજર આવશે.