ફિલ્મી દુનિયા

આત્મહત્યા નહીં પરંતુ નશામાં પડી જવાથી સુશાંતના પૂર્વ મેનેજરનું થયું મોત? જલ્દી વાંચો મોટો ખુલાસો

કોરોના કાળ બૉલીવુડ માટે ખુબ જ દુઃખદ સાબિત થઇ રહ્યો છે. અવનવી ઘટનાઓ અને મૃત્યુનો સિલસિલો જાણે ચાલી જ રહ્યો છે. હાલમાં જ બોલીવુડમાંથી જ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. બોલીવુડના ખ્યાતનામ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજરે 14માં માળેથી છલાંગ લગાવીને આત્મહત્યાના સમાચાર આવતા બૉલીવુડ ફરી એકવાર શોકમાં ગરકાવ થયું છે.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનજર દિશા સાલિયાને મુંબઈ સ્થિત ઘરમાંથી જ 14માં માળેથી કૂદીને આત્મહત્યા કરી લીધી છે. દિશા આ ઘટનાના પહેલા મલાડ પશ્ચિમમાં આવેલા વિસ્તારની એક બિલ્ડિંગના 14માં માળ ઉપર જેની સાથે તેની સગાઈ થવાની હતી તે યુવક સાથે હતી. તેને પાસેની જ બોરીવલી હોસ્પિટલમાં લઇ જવામાં આવી પરંતુ ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી.

Image Source

પરંતુ હાલમાં જ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં  આવી રહ્યો છે કે, બહુમાળી ઇમારતઆ કારણે પડવાથી તેનું મોત નીપજ્યું છે. આ પહેલા મોતનું કારણ આત્મહત્યા બતાવવામાં આવી રહ્યું છે. પરંતુ હવે પોલીસનું કહેવું છે કે દિશા દારૂના નશામાં બિલ્ડિંગ પરથી પડી ગઈ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના મંગળવારે વહેલી સવારે બની હતી અને પોલીસે આ કેસમાં અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.

View this post on Instagram

A POST SHARED BY VARUN SHARMA (@FUKRAVARUN) ON 

દિશાના અવસાન ઉપર બોલીવુડના ઘણા સેલેબ્રિટીઓએ પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. અભિનેતા વરુણ શર્મા, સોનાક્ષી સિંહ અને કોમેડિયન ભારતીએ પણ દિશાના અવસાન ઉપર શોક વ્યક્ત કર્યો છે.

Image Source

દિશાએ પોતાના કેરિયરની શરૂઆત રિલેશન્સ મેનેજરની રીતે કરી હતી, ત્યારબાદ તેને સેલેબ્રીટી ટેલેન્ટ મેનેજર સુધીની સફર પણ પૂર્ણ કરી. તે સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત, ભારતી સિંહ, રિયા ચક્રવર્તી અને વરુણ શર્મા જેવા કલાકારોની મેનેજર પણ રહી ચુકી છે.

ઈશ્વર તેને આત્માને શાંતિ આપે એજ પ્રાર્થના ! ૐ શાંતિ !!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.