લોકડાઉનમાં રામાયણનું ફરીએકવાર પુનઃ પ્રસારણ થયું, અને રામાયણનો ભરપૂર આનંદ માણ્યો, અત્યાર સુધીના ટીઆરપીના તમામ રેકોર્ડ પણ રામાયણે તોડી નાખ્યા, ત્યારે રામાયણમાં મુખ્ય બે પાત્રો રામ અને સીતાના જીવન વિશે જાણવાની દરેકની ઈચ્છા હોય છે. રામાયણમાં સીતાનું પાત્ર અભિનેત્રી દીપિકા ચીખલીયાએ નિભાવ્યું હતું. દીપિકા ચીખલીયા લગાતાર ચર્ચામાં છે. દીપિકા આ વચ્ચે સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. હાલમાં જ દીપિકાએ થ્રો બેક તસ્વીર શેર કરી છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા દીપિકાએ તેના લગ્નની તસવીરો ઇન્સ્ટાગ્રામમાં શેર કરી હતી. હવે દીપિકાએ તેની હનીમૂનની તસ્વીર શેર કરી છે. આ તસ્વીરમાં દીપિકા પતિ હેમંત ટોપીવાલા સાથે બરફના પહાડો વચ્ચે બેન્ચ પર બેસેલી નજરે આવી રહી છે.
ફોટો શેર કરતી વખતે દીપિકાએ પોતાના ચાહકોને એક રસપ્રદ વાર્તા પણ કહી છે. એક્ટ્રેસે લખ્યું હતું કે, આ મારા લગ્ન પછી મારા હનીમૂનનો ફોટો છે. અમે સ્વિઝર્લેન્ડ ગયા હતા. તેઓએ મને પૂછ્યું કે મારે ક્યાં જવું છે? અને મેં સ્વિઝર્લેન્ડનું નામ લેવામાં એક મિનિટ પણ લીધી નથી. લગ્નના બે દિવસ પછી એટલે કે રિસેપ્શન પૂર્ણ થયા પછી અમે દિલ્હી જવા રવાના થયા હતા.
ત્યાં મારે દિવસ માટે સંસદમાં જવું પડ્યું. તે પછી અમે સ્વિઝર્લેન્ડ જવા રવાના થયા. અમે ત્યાં ઘણા શહેરોની મુલાકાત લીધી. મને યાદ નથી કે આ ફોટો ક્યારનો છે. stmoritz શહેરનો છે. તે પછી અમે થોડા દિવસ લંડનમાં રહ્યા અને પછી ઘરે પાછા આવ્યા અને નવી જિંદગી શરૂ કરી. જીવન ચાલે છે … હું ચાલું છું …. સમય ઉડતો હોય છે. આ સમય દરમિયાન, જ્યારે આપણે યાદો બનાવી રહ્યા છીએ, સમય કોઈ માટે અટકતો નથી.
View this post on Instagram
આ પહેલા દીપિકાએ તેના લગ્નની કેટલીક તસવીરો શેર કરી હતી જેમાં તે દુલ્હનના જોડામાં નજરે આવી રહી છે. ફોટો શેર કરવા સાથે દીપિકાએ તેની લવ સ્ટોરી પણ ચાહકો સાથે શેર કરી હતી. દીપિકાએ જણાવ્યું કે તે કેવી રીતે પહેલીવાર તેના પતિ હેમંત ટોપીવાલાને મળી અને એક બીજાની લાગણી તેમના હૃદયમાં કેવી રીતે જન્મી.
View this post on Instagram
દીપિકાએ તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, રામાયણમાં સીતા રામના મિલનની કહાની તો બધાને ખબર છે. પરંતુ તે તેના અસલી ‘રામ’ને કેવી રીતે મળી હતી તેની કહાની તેને તસ્વીર શેર કરીને જણાવી હતી. દીપિકાએ જણાવ્યું હતું કે, તે એક ફિલ્મ ‘સુન મેરી લૈલા’નું શુટીંગ કરી રહી હતી. ફિલ્મમાં એક એડ શૂટનો સીન હતો. જેમાં તે ‘શીંગાર’ બ્રાન્ડનું શૂટિંગ કરી રહી હતી. દીપિકાએ આ એડનો વિડીયો શેર કર્યો હતો.
View this post on Instagram
તેણે જણાવ્યું કે ભારતિય કોસ્મેટિક કંપની સિંગરના લિકનો પુત્ર હેમંત ટોપીવાલા પણ એડ શૂટ પછી સેટ પર આવ્યો હતો જ્યાં બંનેની મુલાકાત પહેલીવાર થઈ હતી. આ પછી, બંને લાંબા સમય સુધી મળ્યા ન હતા.
ઘણા લાંબા સમય પછી બંને ફરી એક પારિવારિક મિત્રની મદદથી મળ્યા. બંનેની મુલાકાત 28 એપ્રિલ 1991ના રોજ થઈ હતી અને બંનેએ એકબીજાને તેમના ભાગીદાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. 29 એપ્રિલે દીપિકાના જન્મદિવસ પર એક સમારોહ યોજાયો હતો અને તે પછી તે જ વર્ષે બંનેના લગ્ન થયા હતા.
View this post on Instagram
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.