મુરલી વિજયનું હતુ દિનેશ કાર્તિકની પત્ની સાથે અફેર, મિત્રમાંથી બન્યા હતા દુશ્મન

મુરલી વિજયે ભાભી જોડે લગ્ન કરેલા, આવી રીતે મળ્યો હતો મિત્રતામાં દગો- જાણો રસપ્રદ સ્ટોરી

ભારતીય ઓપનિંગ બલ્લેબાજ મુરલી વિજયે થોડા સમય પહેલા જ તેમનો 37મો જન્મદિવસ મનાવ્યો. મુરલી વિજય હાલ ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી પરંતુ એક સમયે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમને જોરદાર શરૂઆત આપતા હતા.

મુરલી વિજયનો જન્મ 1 એપ્રિલ 1984ના રોજ થયો હતો. તમને જણાાવી દઇએ કે, મુરલી વિજયની લાઇફ કંટ્રોવર્સી સાથે જોડાયેલી છે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના એક ખિલાડીને મુરલી વિજયે દગો આપ્યો હતો. દિનેશ કાર્તિકના લગ્ન જીવનમાં ઘણી પરેશાનીઓ આવી હતી. એવી ખબરો હતી કે મુરલી વિજયનુ દિનેશ કાર્તિકની પત્ની સાથે અફેર હતુ.

દિનેશ કાર્તિક અને મુરલી વિજય એક સમયે સારા મિત્ર હતા. બંને ઘણી મેચોમાં એકસાથે રમ્યા હતા. અહીં સુધી કે આઇપીએલમાં પણ કેટલાક સમય સુધી બંને સાથે રમ્યા હતા. બાદમાં દિનેશ કાર્તિકની પત્ની સાથે અફેરને લઇને બંનેની મિત્રતામાં તિરાડ પડી ગઇ. દિનેશ કાર્તિકની પત્ની મુરલી વિજયને દિલ આપી બેઠી હતી. મુરલી વિજય અને દિનેશ કાર્તિકનો વિવાદ કોઇનાથી છૂપાયેલો નથી.

એવી ખબર હતી કે મુરલી વિજયે દિનેશ કાર્તિકે દગો આપી તેની પ્રેગ્નેટ પત્ની સાથે લગ્ન કર્યા હતા. દિનેશ કાર્તિકનું જીવન સરળ રહ્યુ નથી. વર્ષ 2007માં કાર્તિકે તેની બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2012માં દિનેશ કાર્તિકની પત્નીની મુલાકાત ક્રિકેટર મુરલી વિજય સાથે થઇ.

મુરલી વિજય અને નિકિતા એકબીજાને પસંદ કરવા લાગ્યા અને તેમની વચ્ચે અફેર શરૂ થઇ ગયુ હતુ. બંને એકબીજા સાથે સમય વીતાવવા લાગ્યા. દિનેશ કાર્તિકને આ વાતની જાણ થઇ તો તેણે તેની પત્નીને તલાક આપી દીધો.

લગ્નમાં દગો મળ્યા બાદ દિનેશ કાર્તિક પૂરી રીતે તૂટી ચૂક્યા હતા. બાદમાં તેમની મુલાકાત ભારતની સ્કવૈશ પ્લેયર દીપિકા પલ્લીકલ સાથે થઇ. દીપિકાના માતા-પિતા પહેલાથી જ દિનેશ કાર્તિકને ઓળખતા હતા. દીપિકા સાથે તેની પહેલી મુલાકાત જીમમાં થઇ હતી. શરૂઆતમાં દીપિકા દિનેશ કાર્તિકને પસંદ કરતી ન હતી, પરંતુ બાદમાં તેમની મુલાકાત વધવા લાગી અને બંનેએ વર્ષ 2015માં લગ્ન કરી લીધા.

Shah Jina