પેપરાજીને પોઝ આપવા દરમિયાન અચાનક ડરી ગઇ દીયા મિર્ઝા, પતિ વૈભવ રેખીએ આવી રીતે સંભાળી, વાયરલ થયો વીડિયો

જ્યારે પણ બોલિવૂડ સેલેબ્સ બહાર જાય છે ત્યારે તેમને જોવા માટે ભીડ એકઠી થઇ જતી હોય છે. ચાહકો તેની સાથે ફોટો પણ ક્લિક કરાવતા હોય છે. જો કે કેટલીકવાર સ્ટાર્સને જાહેરમાં એવી સમસ્યા થઇ જતી હોય છે જેના કારણે તેઓ ડરી જતા હોય છે. હાલમાં જ દિયા મિર્ઝા સાથે કંઈક એવું થયું કે તેના પતિએ તેને સંભાળીને ત્યાંથી લઈ જવી પડી. દિયા મિર્ઝા તેના બિઝનેસમેન પતિ વૈભવ રેખી સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં ડિનર ડેટ પર પહોંચી હતી. આ દરમિયાન પેપરાજીએ તેને પોઝ આપવા માટે રોકી.

ત્યારે દિયા મિર્ઝા સાથે એવી ઘટના બની કે તે લોકોની વચ્ચે હોવા છતાં ડરી ગઈ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.આ ઘટના ગઈકાલે રાત્રે (21 એપ્રિલ) બની હતી, જ્યારે દિયા એક રેસ્ટોરન્ટમાં પતિ વૈભવ સાથે ડિનર કરવા ગઈ હતી. તે રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળે છે ત્યારે પેપરાજી તેને કેમેરામાં કેદ કરવા માટે ઘેરી લે છે.

આ બધાની વચ્ચે એક બાળક દિયા પાસે આવી નાચવા લાગે છે, તો એક મહિલા તેની પાસેથી પૈસા માંગવા લાગે છે. મહિલા દિયાની પાછળ પડે છે, જેના પછી તે ખૂબ જ ડરી જાય છે. તેનો ઈશારો જોઈને વૈભવ તરત જ તેની પાસે આવે છે અને તેને ત્યાંથી કારમાં લઈ જાય છે. દરમિયાન, તે તેના પતિને કહે છે, ‘મને તે પસંદ નથી…’ દિયા મિર્ઝાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં બિઝનેસમેન વૈભવ રેખી સાથે લગ્ન કર્યા હતા. બંનેના આ બીજા લગ્ન છે. વૈભવ પહેલેથી જ એક પુત્રી સમાયરાનો પિતા છે, જેની સાથે દિયા ઘણીવાર જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ત્યાં અભિનેત્રીએ લગ્નના થોડા મહિના પછી જ એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ અવ્યાન આઝાદ રેખી છે. દિયા અને વૈભવ તાજેતરમાં કુર્ગ ગયા હતા, જ્યાં બંનેએ ક્વોલિટી ટાઈમ વિતાવ્યો હતો. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કરીને કહ્યું કે તેને પ્રકૃતિની નજીક રહેવાનો સૌથી વધુ આનંદ મળે છે. તેમણે એમ પણ કહ્યું કે આપણે પોતે પણ પ્રકૃતિ છીએ અને જ્યારે આપણે તેના વિશે ઊંડાણપૂર્વક વિચારીએ છીએ ત્યારે બધું સારું થઈ જાય છે.

Shah Jina