ખબર

અમદાવાદની આ ખુબ જ લોકપ્રિય હોટલના ઢોસામાંથી વંદો નીકળ્યો અને પછી જે થયું એ…

અવાર નવાર આપણે જમવા માટે ભાર જતાં હોઈએ છીએ. હોટેલ જેવી વાનગીઓ ઘરમાં પણ ક્યારેક નથી બનતી અને ઘણીવાર હોટેલના જમવામાં પણ નાની કાંકરી કે કો જીવાત આવી જતાં આપણે એ હોટેલમાં ક્યારેય નથી જતાં. ક્યારેક ચીલાચાલુ હોટેલમાં જમવાના બદલે આપણે સારી હોટેલમાં જમવાનું પસંદ કરીએ છીએ કારણ કે ત્યાં સ્વચ્છતા અને ચોખ્ખાઈ સારી હોય છે તેમજ ત્યાંનું ફૂડ પણ મોંઘુ હોવા છતાં સારું હોય છે. પરંતુ, એ મોંઘી હોટેલમાં જમવા માટે જઈએ અને ત્યાં પણ આપણા જમવામાં એવું કઈ નીકળે ત્યારે આપણા પર શું વીતે ?

Image Source

અમદાવાદનો એક પરિવાર મણિનગરમાં આવેલી ઓનેસ્ટ હોટેલમાં જમવા માટે ગયો. આ પરિવારે બીજી જમવાની આઈટમ સાથે એક સ્પ્રિંગ ઢોસો પણ ઓર્ડર કર્યો હતો. પરંતુ એ ઢોસામાંથી વંદો નીકળતા ભારે હોબાળો મચી ગયો હતો. આ પરિવારે આ ઘટનાનો વિડિઓ બનાવી મ્યુનિ. હેલ્થ ખાતાને મોકલી આપ્યો હતો. આ સમગ્ર ઘટનાની ગંભીરતા જોતા જ મ્યુનિ. હેલ્થ દ્વારા ઓનેસ્ટ હોટેલને ક્લીંઝર નોટિસ મોકલી દેવામાં આવી છે તેમજ મનપા માંથી ક્લિનીંગ સર્ટિફિકેટ નહિ મળે ત્યાં સુધી હોટેલ બંધ રાખવાનો પણ આદેશ આપી દેવામાં આવ્યો છે.

Image Source

આ દંપતીએ એમ પણ કહ્યું કે “આસપાસ દસ પાવભાજીની લારીઓ ચાલે છે, તેમ છતાં અમે ઓસ્ટનું નામ સાંભળીને અહીંયા આવીએ છીએ. તમારું ખાવાનું બિલકુલ હાઈજેનીક નથી.”

Image Source

આ વિડિઓ થોડા જ સમયમાં શહેરમાં ઠેરઠેર શેર થવા લાગ્યો હતો. જેના કારણે આવી ખ્યાતનામ હોટલમાં જમવા જતા પણ હવે લોકો અચકાઈ રહ્યાં છે.


Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.