IPLમાં આવવું છે તો 20 કિલો વજન ઓછુ કર…ધોનીએ આ ખેલાડી સામે CSKમાં સામેલ કરવા રાખી હતી શરત

20 કિલો વજન ઓછુ કરી લે, ટીમમાં લઇ લઇશ…ધોનીએ અફઘાનિસ્તાનના આ ખેલાડી સામે રાખી હતી શરત

અફઘાની ખેલાડીને CSKમાં સામેલ કરવા માટે ધોનીએ રાખી હતી શરત, કહ્યુ હતુ- જો તે 20 કિલો વજન ઓછુ કરી લેશે તો…

MS Dhoni to Shahzad: મહેન્દ્ર સિંહ ધોનીની ગણતરી સૌથી સફળ કેપ્ટનોમાં થાય છે. તેમના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) એ 5 વખત IPL ટાઇટલ જીત્યું છે. ત્યારે હવે અફઘાનિસ્તાનના એક ખેલાડીએ ધોની વિશે ખુલાસો કર્યો છે. ધોની જ્યારે કોઈ ખેલાડીને તક આપે છે ત્યારે તે તેને એક ખાસ જવાબદારી પણ આપે છે. જો કોઈ ભૂલ થઈ જાય તો તે ખેલાડીને ઠપકો પણ આપે છે. દરેક વ્યક્તિ જાણે છે કે તે ફિટનેસને લઈને કેટલો સભાન છે અને જો ફિલ્ડિંગમાં કોઈ ભૂલ થાય તો તે ગુસ્સે થઈ જાય છે.

અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને ધોની વિશે કર્યો ખુલાસો

આ માટે તેને ટીમમાં મોટાભાગે ફિટ ખેલાડીઓ પસંદ છે. અફઘાનિસ્તાનના પૂર્વ કેપ્ટન અસગર અફઘાને એમએસ ધોની વિશે ખુલાસો કર્યો છે. અસગર અફઘાને કહ્યું કે એકવાર ધોનીએ કહ્યું હતું કે જો વિકેટકીપર મોહમ્મદ શહજાદ તેનું 20 કિલો વજન ઘટાડશે તો તે તેને ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમમાં પસંદ કરશે. આ વાત 2018 એશિયા કપ દરમિયાન બની હતી.

એશિયા કપ-2018 દરમિયાન અસગર અફઘાન અને ધોની વચ્ચે થઇ હતી વાતચીત

એશિયા કપ-2018ની ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ ટાઈ રહી હતી. તે મેચમાં મોહમ્મદ શહઝાદે 116 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 124 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાને નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 252 રન જોડ્યા, જે બાદ ટીમ ઈન્ડિયા 252 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. શહઝાદને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો હતો. અસગર અફઘાને TOI સાથેની ખાસ વાતચીતમાં કહ્યું, ‘મેચ ટાઈ થયા બાદ મેં ધોની સાથે લાંબી વાતચીત કરી.

મોહમ્મદ શહજાદ 20 કિલો વજન ઘટાડશે તો હું તેને આઈપીએલમાં પસંદ કરીશ

તે એક શાનદાર કેપ્ટન છે અને ભારતીય ક્રિકેટને ભગવાનની ભેટ છે. તે એક સારો વ્યક્તિ છે. અમે મોહમ્મદ શહજાદ વિશે ઘણી વાતો કરી. મેં ધોનીભાઈને કહ્યું કે શહજાદ તમારો બહુ મોટો ફેન છે. ધોનીએ કહ્યું કે શહેઝાદનું વજન વધારે છે અને જો તે 20 કિલો વજન ઘટાડશે તો હું તેને આઈપીએલમાં પસંદ કરીશ, પરંતુ જ્યારે શહેઝાદ સિરીઝ બાદ અફઘાનિસ્તાન પરત ફર્યો ત્યારે તેનું વજન 5 કિલો વધી ગયું હતું.

Shah Jina