નીતિન જાનીએ મંગેતર મીનાક્ષી દવે સાથે પાડ્યા પ્રભુતામાં પગલા, કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી કર્યા લગ્ન- જુઓ

ગુજરાતના લોકલાડીલા ખજુરભાઇ આખરે મંગેતર મીનાક્ષી દવે સાથે બંધાઇ ગયા લગ્નના બંધનમાં- જુઓ Photos

ગુજરાતના સોનુ સૂદ તરીકે ઓળખાતા અને લોકલાડીલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની અવાર નવાર તેમના સેવાકીય કાર્યોને લઇને ચર્ચામાં રહેતા હોય છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી તે તેમના અંગત જીવનને લઇને પણ ચર્ચામાં હતા અને તેનું કારણ એ હતુ કે તેમણે થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે નામની યુવતિ સાથે સગાઇ કરી હતી.

મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાયા ખજુરભાઇ

ત્યારે હવે નીતિન જાની મીનાક્ષી દવે સાથે લગ્નના બંધનમાં બંધાઇ ગયા છે. તેમના લગ્નની તસવીરો અને વીડિયો પણ સામે આવ્યા છે, જે ઘણા વાયરલ થઇ રહ્યા છે. જે તસવીરો સામે આવી છે, તેમાં જોવા મળી રહ્યુ છે કે મીનાક્ષી દવે રેડ લહેંગામાં ઘણી ખૂબસુરત લાગી રહી છે અને નીતિન જાની પણ શેરવાણીમાં હેન્ડસમ લાગી રહ્યા છે.

કોઇ સેલિબ્રિટીની જેમ નહિ પણ સાદગીથી કર્યા લગ્ન

તમને જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ છે. આ વિશે મીનાક્ષી દવે એક ઇન્ટરવ્યૂમાં વાત પણ કરી ચૂકી છે.મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું. મીનાક્ષી દવે સામાન્ય લોકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી.

એક સામાન્ય ચાહકની જેમ પહેલીવાર મીનાક્ષી મળી હતી ખજુરભાઇને

મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા જયારે તેઓ મીનાક્ષી દવેના ગામમાં એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા, ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી લીધી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.

8 નવેમ્બરના રોજ કરી હતી સગાઇ 

જણાવી દઇએ કે, ખજુરભાઇ ઉર્ફે નીતિન જાનીએ મીનાક્ષી દવે સાથે 8 નવેમ્બરના રોજ સગાઇ કરી હતી અને હવે તેઓ લગ્નના બંધનમાં પણ બંધાઇ ગયા છે. ઉલ્લેખનીય છે કે, નીતિન જાની આખા ગુજરાતમાં લોકપ્રિય છે, તેમણે ઘણા લોકોને રહેવા માટે પાક્કા મકાન બનાવી આપ્યા છે.

નીતિન જાનીએ સોશિયલ મીડિયામાં પોતાના કોમેડી વીડિયો પોસ્ટ કરી અને ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા હતા અને તેઓ છેલ્લા ઘણા સમયથી સમાજ સેવામાં પણ સતત એક્ટિવ છે. તૌકતે વાવાઝોડા સમયે નીતિન જાનીએ ઘણા લોકોને ખુબ જ મદદ કરી હતી અને તેમની મદદનો પ્રવાહ આજે પણ વહી રહ્યો છે.

ગુજરાતમાં તેમણે 200 ઘર બનાવ્યા હતા અને લોકોને આશરો આપ્યો, ત્યારે 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે તેઓ આ કામમાં જે પણ સહભાગી બન્યા હતા, તેમને લઈને 5 દિવસના દુબઇના પ્રવાસે પણ ગયા હતા. જ્યાંથી તેમણે તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. ખજુરભાઈના સેવાકીય કાર્ય જોઈને આજે આખું ગુજરાત તેમને વંદન કરે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina