ફરી મહેન્દ્ર સિંહ ધોનીની સાદગીએ જીત્યા દિલ, ચાહકનો જન્મ દિવસ ઉજવવા પહોંચ્યો, પોતાના હાથે ખવડાવી કેક, જુઓ વીડિયો

એક જ દિલ છે કેટલીવાર જીતશે માહી ? ચાહકના ઘરે જઈને મહેન્દ્ર સિંહ ધોનીએ ઉજવ્યો ફેનનો જન્મ દિવસ, વીડિયો જોઈને ચાહકો બોલ્યા “દુનિયાનો સૌથી ખુશકિસ્મત વ્યક્તિ !”, જુઓ

Dhoni celebrated a fan’s birthday : ભારતીય ટીમના ભૂતપૂર્વ કપ્તાન અને વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીના ચાહકો દુનિયાભરમાં ફેલાયેલા છે. ભલે ધોની આજે ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે, પરંતુ ચાહકો આજે પણ તેને એટલો જ પ્રેમ કરે છે અને તેના જીવન પર પણ સતત નજર રાખતા હોય છે. ધોનીની સાદગી પણ ઘણીવાર લોકોના દિલ જીતી જાય છે અને ધોની ઘણીવાર એવા એવા કામ કરતો જોવા મળે છે જેને જોઈને કોઈપણ દેને વંદન કરવા મજબુર થઇ જાય.

વાયરલ થયો ધોનીનો વીડિયો :

હાલ મહેન્દ્રસિંહ ધોનીનો એક એવો જ વીડિયો તેમના ચાહકોના દિલ જીતી રહ્યો છે. આ વીડિયોમાં ધોની કોઈ ચાહકનો જન્મ દિવસ ઉજવતો જોવા મળી રહ્યો છે. ધોનીની મળવાનું સપનું તેના કરોડો ચાહકો જોતા હોય છે, પરંતુ બહુ ઓછા લોકોને ધોનીને મળવાનો  મોકો મળે છે. અને જયારે ધોની કોઈ ચાહકને મળે છે ત્યારે તેના માટે આ પળ ખુબ જ ખાસ બની જતી હોય છે. આવું જ કંઈક ધોનીએ એક પ્રશંસક સાથે થયું અને તેને જીવનભરની સુંદર યાદો બની ગઈ.

ચાહકના ઘરે ઉજવ્યો જન્મ દિવસ :

આ દિવસોમાં ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે પોતાના ફેન્સનો જન્મદિવસ તેના ઘરે સેલિબ્રેટ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેક કાપતી વખતે ધોની તેના ફેન્સની પાછળ ઉભો છે અને ‘હેપ્પી બર્થ ડે ટુ યુ’ કહી રહ્યો છે. આ પછી ધોની ફેન્સને કેક ખવડાવે છે અને પછી તેને પોતાના બંને હાથથી પકડી રાખે છે. ધોની કહે છે કે હવે તેની કેક લગાવો, ત્યારબાદ ફેન્સ સહિત ત્યાં હાજર બધા હસવા લાગે છે.

ચાહકોએ કર્યા વખાણ :

ધોનીનો આ વીડિયો જોઈને લોકો પૂર્વ ભારતીય કેપ્ટનના વખાણ કરતા થાકતા નથી. જ્યારે કેટલાક યુઝરે ધોનીને ડાઉન ટુ અર્થ પર્સન ગણાવ્યો તો ઘણા લોકોએ કહ્યું કે માહીનો આ ફેન અત્યારે દુનિયાનો સૌથી નસીબદાર વ્યક્તિ છે. તમને જણાવી દઈએ કે એમએસ ધોનીએ 2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો હતો. હવે તે માત્ર IPL રમે છે. ધોનીની કપ્તાનીમાં CSKએ છેલ્લી વખત પાંચમી ટ્રોફી જીતી હતી. રોહિત શર્મા બાદ ધોની પાંચ IPL ટ્રોફી જીતનાર બીજો કેપ્ટન છે. 42 વર્ષીય ધોની પણ IPL 2024માં CSK તરફથી રમતા જોવા મળશે.

Niraj Patel