વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ લંડનમાં સેલિબ્રેટ કરી વેડિંગ એનિવર્સરી, જુઓ તસવીરો

વર્ષ 2017માં 6 વર્ષ પહેલા વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હંમેશા માટે એકબીજાનો હાથ થામ્યો હતો. ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માના લગ્ન 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટાલીમાં થયા હતા. વિરાટ અને અનુષ્કાની મુલાકાત એક શેમ્પૂની એડ દરમિયાન થઈ હતી, ત્યારબાદ તેમની લવ સ્ટોરી આગળ વધી.

ત્યારે વેડિંગ એનિવર્સરીને ખાસ બનાવવા માટે કપલ લંડન પહોચ્યુ હતુ અને મિત્રો સાથે સેલિબ્રેટ કર્યુ હતુ. આ ખાસ દિવસે અનુષ્કા શર્માએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર તસવીર સાથે કોહલીને લગ્નની વર્ષગાંઠની શુભકામના પાઠવી હતી. આ તસવીરમાં અનુષ્કા વિરાટ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે.

અનુષ્કાએ વિરાટને ગળે લગાવ્યો અને વિરાટે પણ મીઠી સ્માઇલ સાથે પોઝ આપ્યો. આ દરમિયાન કપલ બ્લેક લુકમાં જોવા મળ્યુ હતુ. જ્યારે અનુષ્કાએ બ્લેક બોડીકોન ડ્રેસ પહેર્યો હતો તો વિરાટ બ્લેક શર્ટમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. આ ઉપરાંત અનુષ્કાએ ઇન્સ્ટા સ્ટોરીમાં કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે વિરાટ સાથે એનિવર્સરીની કેક કાપતી અને મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, વિરાટ કોહલીએ પોતે ખુલાસો કર્યો હતો કે તેની અને અનુષ્કા શર્માની પહેલી મુલાકાત 2013માં એક શેમ્પૂની એડ દરમિયાન થઈ હતી. લગ્ન પહેલા બંનેએ થોડો સમય એકબીજાને ડેટ કર્યા હતા અને 2017માં લગ્ન કરીને પોતાના સંબંધોને નામ આપ્યું હતું. હાલમાં વિરાટ અને અનુષ્કા માત્ર ભારતમાં જ નહીં પરંતુ દુનિયાભરના ફેમસ કપલ્સમાં સામેલ છે.

વિરાટ કોહલી અવારનવાર અનુષ્કા શર્મા સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અનુષ્કા શર્મા તેના માટે ખૂબ જ લકી છે. અનુષ્કા તેના જીવનના મહત્વના પ્રસંગોમાં તેના માટે આધારસ્તંભ બનીને ઉભી રહી છે.વિરાટ કોહલીની વાત કરીએ તો આ દિવસોમાં તે તેની પત્ની સાથે રજાઓ માણી રહ્યો છે.

તેની મેદાનમાં વાપસી દક્ષિણ આફ્રિકા સામેની ટેસ્ટ શ્રેણી દ્વારા થશે.ભારતીય ટીમ 26મી ડિસેમ્બરથી આફ્રિકા પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. જો કે, તે પહેલા રમાયેલી T20 અને ODI શ્રેણીમાં કોહલી ભારતીય ટીમનો ભાગ નથી.

Shah Jina