જાણો કોણ છે મેવાઝ મેવાવાલા, જેણે જેનિફર મિસ્ત્રીને કરી રિપ્લેસ, બનશે નવી રોશનભાભી
તારક મહેતામાં જેનિફર મિસ્ત્રીને રિપ્લેસ કરી રહી છે મોનાઝ મેવાવાલા, મિસિસ રોશન બનીને કરી રહી છે શોમાં એન્ટ્રી
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સતત હેડલાઇન્સમાં રહેવાની સાથે સાથે વિવાદોમાં પણ છે. છેલ્લા બે વર્ષથી સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. શૈલેષ લોઢા બાદ જેનિફર મિસ્ત્રીએ નિર્માતા અસિત મોદી પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને શો છોડી દીધો હતો. આ ઉપરાંત હાલમાં જ શોને બોયકોટ કરવાની માગ ચાહકો કરી રહ્યા હતા કારણ કે શોમાં પહેલા એવું બતાવવામાં આવ્યુ કે દયાભાભી પરત આવી રહ્યા છે પણ આવું ન થતા ચાહકોએ આ શોને બોયકોટ કરવાની માગ કરી હતી.
મિસિસ રોશન બનીનેશોમાં એન્ટ્રી કરી રહી છે એક્ટ્રેસ
જો કે, દયાની એન્ટ્રી વચ્ચે આ શોમાં નવી એક્ટ્રેસની એન્ટ્રી થવા જઇ રહી છે, જે રોશન સિંહ સોઢી બનીને ચાહકોનું દિલ જીતવા માટે તૈયાર છે. અભિનેત્રી મોનાઝ મેવાવાલા ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. નિર્માતા અસિત મોદીએ આ સિરિયલમાં અભિનેત્રીનું સ્વાગત કર્યું છે. અસિત મોદીએ મોનાઝના વખાણ કરતા કહ્યું, ‘મોનાઝને આ શોનો ભાગ બનાવીને અમે ખૂબ જ ખુશ છીએ.
જેનિફર મિસ્ત્રીને રિપ્લેસ કરી રહી છે મોનાઝ મેવાવાલા
તેની અભિનયની પ્રતિભા આ ભૂમિકાને નવો વળાંક આપી શકે છે. અમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા પરિવાર તેમનું દિલથી સ્વાગત કરીએ છીએ. એવું માનવામાં આવે છે કે તેના પાત્રને પહેલાથી પસંદ કરવામાં આવ્યા બાદ હવે તેને નવા સ્તરે લઈ જવામાં આવશે. તે તેના અભિનયથી ચાહકોને પ્રભાવિત કરશે.’ આ દરમિયાન મોનાઝ મોવાવાલાએ પણ શોનો ભાગ બનવાની ખુશી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે મને મારી જાત પર ગર્વ છે કે હું આ શોનો ભાગ બની છું.
અસિત મોદીએ કર્યા મોનાઝના વખાણ
મને મારો રોલ ખૂબ જ ગમે છે અને મને આ રોલ આપવા બદલ હું અસિત મોદીનો આભાર માનું છું. હું આ રોલમાં મારું 100 ટકા આપીશ. મને ખાતરી છે કે તમામ TMKOC ચાહકો મને તેમનો પ્રેમ અને સમર્થન આપશે. જણાવી દઈએ કે જેનિફર મિસ્ત્રીએ વર્ષો સુધી રોશન સિંહ સોઢીનું પાત્ર ભજવ્યું હતું. જો કે, તેણે આ શો છોડતા પહેલા મેકર્સ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા હતા, જેના પર ઘણો વિવાદ થયો હતો. જેનિફર મિસ્ત્રીના સમર્થનમાં ઘણા સ્ટાર્સ પણ આવ્યા હતા. જો કે આ શોના કેટલાક સ્ટાર્સ દરેક વિવાદ પર મૌન જાળવે છે.
વર્ષોથી જેનિફર નિભાવતી હતી રોશન સિંહ સોઢીનું પાત્ર
મોનાઝની વાત કરીએ તો, તેણે ઘણી સીરિયલોમાં કામ કર્યુ છે. તે ફિરદૌસ મેવાવાલાની દીકરી છે, જેને તમે ઘણી ફિલ્મોમાં જોયા હશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં TMKOCના એક એપિસોડમાં, જેઠાલાલે કહ્યું હતું કે જો દયાબેન જાન્યુઆરી 2024 પહેલા નહીં આવે તો તે તેને છૂટાછેડા આપી દેશે. આ દરમિયાન અસિત મોદીએ પણ કહ્યું હતું કે તેઓ આ પાત્ર લાવશે. હવે તેના બદલે તે દિશા વાકાણી અથવા અન્ય કોઈને લાવી શકે છે. પરંતુ ટૂંક સમયમાં આ પાત્ર સ્ક્રીન પર દેખાશે.