IPL 2024 માં મહેન્દ્ર સિંહ ધોનીના એક હાથથી સિક્સ મારતા ક્લીન બોલ્ડ થઇ ફેન, ખુશીથી એવી ઉછળી કે જુઓ વીડિયો

ધોનીએ એક હાથથી મારી જોરદાર સિક્સ, ફીમેલ ફેનનું ખુલ્લુ રહી ગયો મોં- વીડિયો વાયરલ

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે દિલ્હી કેપિટલ્સ (DC) સામેની IPL મેચમાં તેની વિસ્ફોટક બેટિંગથી ચાહકોને રોમાંચિત કર્યા હતા. 42 વર્ષના ધોનીએ 16 બોલમાં 37 રનની તોફાની ઇનિંગ રમી હતી. આ દરમિયાન ધોનીએ 231.25ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી અને 4 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા. માહીએ પોતાની ઇનિંગ્સમાંથી એક સિક્સ એક હાથે મારી હતી. ત્યારે સ્ટેડિયમમાં હાજર એક મહિલા ફેનની ધોનીની આ સિક્સ પર શાનદાર પ્રતિક્રિયા જોવા મળી.

વાસ્તવમાં, મેચની છેલ્લી ઓવરમાં, મહેન્દ્ર સિંહ ધોનીએ એનરિક નોર્ખિયાના એક લો ફુલટોસ બોલ પર એક હાથથી દનદનાઇને સિક્સર ફટકારી. ડીપ મિડવિકેટ ઉપરથી જેવો જ બોલ બાઉન્ડ્રી પાર કર્યો કે દર્શકોના આનંદની તો કોઈ સીમા જ ન રહી. મહેન્દ્ર સિંહ ધોનીએ એક હાથે ફટકારેલી આ શાનદાર સિક્સ જોઈને સ્ટેડિયમમાં હાજર એક ફીમેલ ફેને ખૂબ જ આશ્ચર્યજનક પ્રતિક્રિયા આપી. ધોનીની સિક્સ જોઈને આ છોકરીનું મોં ખુલ્લું રહી ગયુ.

જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સ (DC)ની ટીમે રવિવારે વિશાખાપટ્ટનમમાં રમાયેલી IPL મેચમાં પાંચ વખતની ચેમ્પિયન ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને 20 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 191 રન બનાવ્યા અને ચેન્નાઈ સુપર કિંગ્સને જીત માટે 192 રનનો લક્ષ્યાંક આપ્યો. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ 20 ઓવરમાં છ વિકેટે 171 રન જ બનાવી શકી.

જ્યારે મહેન્દ્ર સિંહ ધોની આ સિઝનમાં પહેલીવાર બેટિંગ કરવા આવ્યો ત્યારે દર્શકોની ખુશીનો પાર ન રહ્યો. મહેન્દ્ર સિંહ ધોની આવતાની સાથે જ તેણે મુકેશ કુમાર (21 રન આપી 3 વિકેટ) પર ચોગ્ગો ફટકારીને શરૂઆત કરી. આ પછી તેણે 16 બોલમાં ત્રણ છગ્ગા અને ચાર ચોગ્ગાની મદદથી અણનમ 37 રન બનાવ્યા. જો કે, ધોની ટીમને જીત ન અપાવી શક્યો. કારણ કે જ્યારે તે ક્રિઝ પર આવ્યો ત્યારે ટીમને 23 બોલમાં જીતવા માટે 72 રનની જરૂર હતી.

Shah Jina