બે પગ ના હોવા છતાં પણ અભિનેત્રીઓને ટક્કર આપે તેવી છોકરી સાથે થયો પ્રેમ, કર્યા તેની સાથે જ લગ્ન, ખુબ જ પ્રેરણાત્મક છે દેવની કહાની

ટ્રેનમાંથી પડતા કપાઈ ગયા હતા બંને પગ, પોતાના ટેલેન્ટથી મેળવી આગવી ઓળખ, પ્રેમિકાએ પણ ના છોડ્યો સાથ અને કર્યા લગ્ન, અભિનેત્રીઓને ટક્કર આપે એવી મળી પત્ની

કહેવાય છે કે જો તમારા દિલની અંદર સાચી ભાવના હોય તો કોઈપણ પરિસ્થિતિ કોઈપણ મુશ્કેલી અને કોઈપણ અડચણ તમારા જીવનની અંદર બાધા નથી બનતી. આવી જ કહાની છે દેવ મિશ્રા નામના વ્યક્તિની. જેને પરિસ્થિતિઓથી હારવાના બદલે તેની સામે લડવાનું નક્કી કર્યું અને આજે દુનિયાભરમાં તેની એક આગવી ઓળખ તેને કાયમ કરી છે.

બિહારના બેગુસરાયમાં રહેવા વાળો દેવ મિશ્રા હૈદરાબાદમાં કોઈ કોન્ટ્રાકટર માટે વેલ્ડરનું કામ કરતો હતો. ત્યારે તે ફક્ત 6 વર્ષનો હતો. ત્યારે જ તેના પિતાજીનું અવસાન થઇ ગયું. ઘરમાં રહેલી બધી જ બચત તેના પિતાની સારવારમાં ચાલી ગઈ.

દેવ તેના ત્રણ ભાઈઓમાં સૌથી નાનો હતો. જમીન પણ ના હોવાના કારણે આવકનો કોઈ રસ્તો નહોતો બચ્યો. તેની માતા વંદના દેવી ખેતરમાં મજૂરી અને બીજાના ઘરના કામ કરી અને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. દેવ પણ ઘણી જ નાની ઉંમરમાં કામ ઉપર લાગી ગયો હતો.

વર્ષ 2015માં તે વેલ્ડરનું કામ કરવા માટે હૈદરાબાદ જઈ રહ્યો હતો. ત્યારે બરૌની સ્ટેશન ઉપર ટ્રેનમાં ચઢતી વખતે ભીડના ધક્કાથી તે પાટા ઉપર પડી ગયો. બીજી તરફથી ટ્રેન આવી રહી હતી. આ દુર્ઘટના બાદ તેને મહિનાઓ સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. તેના બન્ને પગ ઘૂંટણની ઉપરથી કાપવા પડ્યા. તેના બાદ તે કોઈ કામ કરવાને લાયક ના રહ્યો. તો બીજી તરફ ઘરની હાલત પણ ખુબ જ ખરાબ થવા લાગી.

તે સમયે દેવની ઉંમર 18-19 વર્ષની હતી. બંને પગ કપાયા બાદ તેને જયપુર જઈને પ્રોથેસ્ટિક લગાવવા માટે ડોક્ટરને કહ્યું, પરંતુ ડોક્ટરોએ તેની તપાસ કરતા ઘૂંટણની ઉપરથી પગ કપાયા હોવાના કારણે લાગી નહિ શકે તેમ  જણાવ્યું. અને તેને આખું જીવન જ એક દિવ્યાંગના રૂપમાં વિતાવવું પડશે.

આ બધું થયા બાદ પણ દેવે હાર ના માની અને તે મુંબઈ ચાલ્યો ગયો. મુંબઈમાં તેની પાસે કોઈ કામ હતું નહીં, રેલવે સ્ટેશન, પ્લેટફોર્મ એવી અલગ અલગ જગ્યાએ તે રાત વિતાવતો, કોઈ તેને દિવ્યાંગ સમજીને જમવાનું પણ આપતું. તો ક્યારેક ભૂખ્યા પણ સૂવું પડતું. તેને પગ વગર કરતબ બતાવીને પૈસા ભેગા કરવાની શરૂઆત કરી પરંતુ તેમાં પણ તેને સફળતા ના મળી.

તેના બાદ દેવ મિશ્રાએ સેલેબ્રીટીને મળવાનો નિર્ણય કર્યો, કારણ કે તેને તેના ટેલેન્ટ ઉપર ભરોસો હતો. તે બાંદ્રા અને જુહુ ગયો અને સેલેબ્રીટીના બંગલા સામે કામ માટે ઉભો રહેતો, એકવાર અભિનેતા જેકી શ્રોફની નજર તેના ઉપર પડી અને 5000 રૂપિયાની મદદ કરી.

આ દરમિયાન જ તેની મુલાકાત જવેલરી ડિઝાઈનર ફરાહ ખાન સાથે થઇ અને તે તેના ટેલેન્ટથી ખુબ જ પ્રભાવી થઈને તેના માટે ટ્રાઇસિકલ ખરીદી અને 10 હજાર રૂપિયાની મદદ પણ કરી. આ ઉપરાંત તેના ખાવા પીવાની પણ વ્યવસ્થા કરવાની સાથે એવું પણ કહ્યું કે જ્યાં સુધી તે જીવિત છે તેને ચિંતા કરવાની જરૂર નથી.

તેના બાદ દેવ મિશ્રાએ બોડી ફિટનેસ ઉપર જોર આપવાનું શરૂ કર્યું. ફરાહ ખાને તેના ટેલેન્ટને જોતા તેને એક ડાન્સ ઇન્સ્ટ્રકટર સાથે મળાવ્યો. તેના બાદ ડાન્સિંગ ફિલ્ડમાં પણ તેને કેરિયર બનાવવાનું વિચાર્યું. તેના ડાન્સ ઇન્સ્ટ્રેક્ટર વિશાલ પાસવાને જણાવ્યું કે દેવ બહુ જ ઝડપથી ડાન્સિંગ સ્કિલ શીખવા લાગ્યો અને બહુ જ સારું પર્ફોમન્સ પણ કરવા લાગ્યો.

દેવા ઘણા બધા રિયાલિટી શોમાં પણ ડાન્સ કરી ચુક્યો છે. ઇન્ડિયા ગોટ ટેલેન્ટમાં પણ તેના ટેલેન્ટને વખાણવામાં આવ્યું. બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પણ તેના વીડિયો શેર કર્યા છે. આ દરમિયાન તેની પ્રેમિકા અંકિતા મિશ્રાએ પણ તેનો ખુબ જ સાથ આપ્યો.

અંકિતા અને દેવ બંને હવે લગ્નના બંધનમાં પણ બંધાઈ ગયા છે. સોશિયલ મીડિયા ઉપર બંને ખુબ જ એક્ટિવ રહે છે અને તેમની તસવીરો તેમજ ટેલેન્ટેડ વીડિયો પણ શેર કરતા રહે છે. દેવની કહાની ઘણા લોકો માટે પ્રેરણા રૂપ છે.

Niraj Patel