જ્યોતિષ શાસ્ત્ર

લક્ષ્મીજીને પ્રસન્ન રાખવા માંગો છો? તો દેવ દિવાળીએ ભૂલથી પણ ના કરશો આ કામ, નહિ તો આવશે પછતાવવા વારો

દિવાળીના તહેવાર બાદ હવે દેવ દિવાળીની રાહ જોવાઈ રહી છે. દેવ દિવાળીનું મહત્વ શાસ્ત્રમાં ખુબ જ ગણવામાં આવ્યું છે. દિવાળીના 15 દિવસ બાદ એટલે કે પૂર્ણિમાના દિવસે આવતો દેવ દિવાળીના દિવસે આપણે કેટલીક વાસ્તુઓ અને કેટલાક કામ કરીને આપણું કિસ્મત પણ બદલી શકીએ છે.

Image Source

આજે મોટાભાગના લોકો આર્થિક સમસ્યાથી પીડાઈ રહ્યા છે. ત્યારે જ્યોતિષ અનુસાર જો દેવ દિવાળી ઉપર માતા લક્ષ્મીને પ્રસન્ન રાખવા માંગતા હોય તો કેટલાક કામ એ દિવસે ના કરવા જોઈએ. ચાલો આજે અમે તમને કયા કામ કરવા અને કયા ના કરવા તેના વિશે જણાવીએ.

Image Source

સવારે ઉઠીને કરો આ કામ:
દેવ દિવાળીના દિવસે સવારમાં વહેલા સૂર્યોદય પહેલા ઉઠી જવું જોઈએ. ઉઠ્યા બાદ નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્રો પહેરી કૃષ્ણ કે વિષ્ણુ ભગવાનના મંદિરે જવું. અને બે હાથ જોડી માતા લક્ષ્મી અને વિષ્ણુ ભગવાનની આરાધના કરવી જોઈએ. આમ કરવાથી તમે પાપમુક્ત પણ બનશો અને દેવી લક્ષ્મીની કૃપા પણ તમારા ઉપર થશે.

Image Source

દેવુ કે લોન ના લેવી:
દેવ દિવાળીનો દિવસ તુલસી વિવાહનો પણ દિવસ છે. તુલસી માતા લક્ષ્મીજીને અતિપ્રિય છે. માટે તે દિવસે લક્ષ્મીમા ધરતી ઉપર આવે છે. જેના કારણે તે દિવસે કોઈપણ પ્રકારનું દેવું કે કરજ અથવા તો કોઈ પણ પ્રકારની લોન ના લેવી જોઈએ. તેમજ કોઈની પણ પાસેથી પૈસા ઉછીના લેવા પણ નહિ કે આપવા પણ ના જોઈએ.

Image Source

આજના દિવસે કરો દાન:
દેવ દિવાળીના દિવસે દાનનો પણ મહિમા અમૂલ્ય છે. આજના દિવસે તમારે સામે ચાલીને કોઈને દાન કરવું ખુબ જ શુભ માનવામાં આવે છે. અને તમારી પાસે પણ જોઈ કોઈ દાન લેવા માટે કે માંગવા માટે આવે તો તેને ખાલી હાથે પાછો ના કાઢવો. પોતાની યથાશક્તિ અનુસાર દાન કે ભોજન આપવું.