વાયરલ

વેક્સિન લેવા માટે સ્પાઈડર મેન બની ગયા આ કાકા, વીડિયોને જોઈને પેટ પકડી હસવા લાગશો

કોરોનાથી બચવા માટેનો આજે એકમાત્ર ઉપાય કોરોનાની વેક્સિન છે, ત્યારે ઘણા લોકો વેક્સિન લેવા માટે લાઈનમાં ઉભેલા જોવા મળે છે. આ દરમિયાન વેક્સિન લેવા સમયના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે હાલ વેક્સિન લેવા દરમિયાનના એક જુગાડનો એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પેટ પકડીને હસી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે એકક વ્યક્તિ વેક્સીનેનશન સેન્ટર ઉપર વેક્સિન લેવા માટે પહોંચે છે. જ્યાં તે સેન્ટરની અંદર નહિ પરંતુ સેન્ટરની પાછળની બારીએ દીવાલો ઉપર બે પગ મૂકીને ઉભો છે. અને વેક્સિનેશન સેન્ટરમાંથી એક વ્યક્તિ બારીમાં રહીને તે વ્યક્તિના ખભા ઉપર વેક્સિન મૂકી રહી છે.

સોશિયલ મીડિયાની અંદર હવે આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકોનું હસવું છૂટી રહ્યું છે. આ વીડિયોને લાલુ પ્રસાદ યાદવના મોટા દીકરાએ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ ઉપર શેર કર્યો છે. સાથે જ તેમને કેપશનમાં જણાવ્યું છે કે “હવે કોરોનાની રસી લેવી થઇ ખુબ જ સરળ, વિશિષ્ઠ વ્યવસ્થાઓ માટે સરકારનો આભાર”

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)


ઘણા લોકો આ વેક્સિનના અનોખી જુગાડને લઈને હાસ્યાસ્પદ કોમેન્ટ કરી રહ્યા છે. આ પહેલા પણ વેક્સિન લેવાને લઈએં ઘણા લોકો ડરી રહ્યા હતા તેના પણ ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ચુક્યા છે. આ વીડિયોને જોઈને પણ તમને પણ ખુબ જ મજા આવશે.