ખેતરોમાંથી દોડતું દોડતું આવ્યું હરણ.. ટ્રાફિકથી ભરેલા રસ્તા ઉપર મારી એવી જોરદાર છલાંગ… કે જુઓ વીડિયો

કેટલાક રસ્તાઓ જંગલમાંથી પસાર થતા હોય છે, ત્યારે ઘણા લોકો જયારે આ રસ્તા ઉપરથી પસાર થતા હોય ત્યારે તેમને પણ જંગલી પ્રાણીઓ દેખાઈ જતા હોય છે. ગુજરાતના ગીરમાં ઘણીવાર સિંહ પણ રસ્તે જતા જોવા મળી જાય છે.  પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક હરણનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં હરણ ખેતરમાંથી દોડતું દોડતું સીધું જ રસ્તા ઉપર આવે છે અને રસ્તા ઉપર એવી જોરદાર છલાંગ લગાવે છે કે તેનો વીડિયો વાયરલ થઇ ગયો.

નાના હરણનો એક જબરદસ્ત વીડિયો સામે આવ્યો છે જેમાં તે પોતે રોડ ક્રોસ કરી રહ્યું છે, પરંતુ આ દરમિયાન રસ્તા પર ટ્રાફિક પણ જોવા મળી રહ્યો છે. આ હરણ પણ ટ્રાફિકમાં ફસાઈ ગયું.  વાસ્તવમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વન વિભાગના અધિકારી સુશાંત નંદાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કરતા લખ્યું કે ઓહ ડિયર, આ જીવનનો કૂદકો છે. વીડિયોમાં જોવા મળે છે કે આ હરણ રસ્તાની બાજુના મેદાનમાંથી ઝડપથી આવે છે પરંતુ તે રસ્તા પરનો ટ્રાફિક જોઈ શકે છે. તે પછી તે કૂદી પડે છે.

કૂદકો એટલો લાંબો લાગે છે કે એક જ વારમાં તે રોડની બીજી બાજુ પાર્ક કરેલી કાર સુધી પહોંચી જાય છે અને બીજા જમ્પમાં તે રોડ ક્રોસ કરીને બીજી દિશામાં જાય છે. જ્યારે તે હરણ કૂદકો મારે છે, ત્યારે તેને જોઈને રસ્તા પરના લોકોની આંખો ફાટી જાય છે કારણ કે તેણે ખૂબ જ જબરદસ્ત અને લાંબો કૂદકો લગાવ્યો હતો.

હાલમાં આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. રસ્તા પર જતા એક મુસાફરે આ અદભૂત વિડીયો પોતાના કેમેરામાં કેદ કરી લીધો અને હવે તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું કે આ જોવું આજે મારો દિવસ બની ગયો છે. આ એક અદ્ભુત વીડિયો છે. જો કે એક યુઝરે કોમેન્ટ કરતી વખતે લખ્યું છે, સદભાગ્યે તેણે કોઈને ટક્કર નથી મારી. બીજાએ લખ્યું કે તે ઉડી રહ્યો છે.

Niraj Patel