મનોરંજન

દીપિકા પાદુકોણને પત્રકારે પૂછ્યો પ્રેગ્નેન્સી સાથે જોડાયેલો સવાલ, દીપિકા બોલી – તમને પૂછી લઇ જયારે…

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ જલ્દી જ ફિલ્મ ‘છપાક’માં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા એસિડ એટેક પીડિત લક્ષ્મી અગ્રવાલની ભૂમિકામાં જોવા મળશે. દીપિકા પાદુકોણ આજકાલ ફિલ્મ ‘છપાક’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ સંદર્ભમાં, તેણી ઘણા મીડિયા ઇન્ટરએક્શનમાં ભાગ લઈ રહી છે.

Image Source

છપાક સાથે જોડાયેલા મીડિયા ઇન્ટરએક્શન દરમિયાન એક પત્રકારે દીપિકા પાદુકોણને તેની ગર્ભાવસ્થા વિશે એક સવાલ પૂછ્યો, જેનો અભિનેત્રીએ જબરદસ્ત જવાબ આપ્યો. દીપિકા પાદુકોણના આ જવાબથી લોકોને માત્ર આશ્ચર્ય જ ન થયું પણ ચર્ચાઓમાં પણ આવી ગઈ. દીપિકા પાદુકોણે પત્રકારને જવાબ આપતા કહ્યું કે શું હું તમને પ્રેગ્નેન્ટ દેખાઈ રહી છું?

Image Source

દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સીના સવાલ પર રિપોર્ટરને જવાબ આપતા કહ્યું કે, ‘શું હું તમને પ્રેગ્નેન્ટ દેખાઈ રહી છું? જ્યારે હું ફેમિલી પ્લાન કરીશ ત્યારે હું તમને પૂછી લઈશ. જો તમે મંજૂરી આપશો તો હું પ્લાન કરીશ. જો હું પ્રેગ્નેન્ટ થઈશ તો તમને નવ મહિનામાં દેખાઈ જશે.’

Image Source

જણાવી દઈએ કે આ પહેલીવાર નથી જ્યારે દીપિકા પાદુકોણે પ્રેગ્નન્સી વિશે જબરદસ્ત જવાબ આપ્યો છે. આ અગાઉ હિન્દુસ્તાન ટાઇમ્સને આપેલા ઇન્ટરવ્યુમાં પ્રેગ્નન્સીને લઈને વાત કરતા અભિનેત્રીએ કહ્યું હતું કે અમને બંનેને બાળકોને ખૂબ જ પસંદ છે, અમે ફેમિલી પ્લાનિંગ કરવા માંગીએ છીએ પરંતુ અત્યારે નહીં.

Image Source

દીપિકા અને રણવીર સિંહે 14 નવેમ્બર 2018ના રોજ ઇટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. બંનેના લગ્નને એક વર્ષ થયું છે, ત્યારે સમાચારોમાં દીપિકાની ગર્ભાવસ્થા અંગે અવારનવાર અટકળો થતી રહે છે.

Image Source

જણાવી દઈએ કે બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘છપાક’ આ મહિનાની 10મી તારીખે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ ફિલ્મમાં દીપિકાની સાથે વિક્રાંત મેસ્સી અને અંકિત બિશ્ત પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ટૂંક સમયમાં દીપિકા પાદુકોણ ફિલ્મ ’83’ માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી રણવીર કપૂરની સાથે તેની પત્નીની ભૂમિકા ભજવશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.