શું રણવીર સિંહથી નારાજ છે દીપિકા પાદુકોણ ? ખુલ્લેઆમ કર્યો ઇગ્નોર…પતિનો હાથ ન પકડ્યો તો લોકો પૂછવા લાગ્યા કે કંઇ ગડબડ તો નથી ને…

દીપિકા પાદુકોણે રેડ કાર્પેટ પર રણવીર સિંહને કર્યો ઇગ્નોર ? લોકો બોલ્યા- ખત્મ થવાનો છે રોમાન્સ

બોલિવૂડ કલાકારો કેમેરાની સામે શું કરે છે અને શું નહીં, તેના પર લોકો ખાસ નજર રાખે છે. ઘણી વખત કલાકારો કંઈ ન બોલે તો પણ તેમના વિશે ઘણી વાતો થઈ જાય છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહને લઈને સોશિયલ મીડિયા પર કંઈક આવું જ જોવા મળી રહ્યું છે. ગુરુવારે રાત્રે સ્પોર્ટ્સ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દીપિકા પાદુકોણ પિતા પ્રકાશ પાદુકોણ, અને પતિ રણવીર સિંહ સાથે પહોંચી હતી.

આ પ્રસંગે દીપિકા અને રણવીરે બ્લેક મેચિંગ આઉટફિટ્સ પહેર્યા હતા. દીપિકાએ બોર્ડર પર ગોલ્ડન વર્કવાળી બ્લેક સાડી પહેરી હતી. જ્યારે રણવીરે લાઇટ બ્લુ શર્ટ સાથે બ્લેક સૂટ પહેર્યો હતો. તેઓએ રેડ કાર્પેટ પર એકસાથે પોઝ આપ્યો હતો પરંતુ આ દરમિયાન એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને ચાહકો બંનેની ચિંતા કરી રહ્યા છે કે શું તેમની વચ્ચે બધુ બરાબર છે કે નહીં.

વીડિયોમાં દીપિકા અને રણવીર કારમાંથી નીચે ઉતરીને રેડ કાર્પેટ તરફ ચાલી રહ્યા છે. ત્યારબાદ રણવીરે દીપિકાનો હાથ પકડવા હાથ લંબાવ્યો પરંતુ દીપિકા બંને હાથ વડે સાડી સંભાળતી જોવા મળી. આ પછી રણવીર આગળ વધે છે. બાદમાં જ્યારે બંને પેપરાજીની સામે આવ્યા ત્યારે પણ દીપિકા અને રણવીરે એકબીજાનો હાથ પકડ્યો ન હતો. જેને જોઇને હવે લોકો એવું અનુમાન લગાવી રહ્યા છે કે તેમના સંબંધોમાં કંઈક ખોટું થયું છે.

લોકો કહી રહ્યા છે કે દીપિકા રણવીર સિંહને નજરઅંદાજ કરી રહી છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે લોકો તેમના બોન્ડિંગ પર સવાલ ઉઠાવી રહ્યા છે, આ પહેલા પણ તેમના સંબંધોને લઈને ઘણી અફવાઓ ઉડી ચૂકી છે. એકે કહ્યું- તેની બોડી લેંગ્વેજ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે, મને લાગે છે કે આ ઈવેન્ટ પહેલા બંને વચ્ચે લડાઈ થઈ હતી. અન્ય એકે કહ્યું – કંઈક ખોટું છે, રણવીર દીપિકાની પોસ્ટ પણ લાઇક નથી કરી રહ્યો અને હવે તે તેનો હાથ પણ નથી પકડી રહ્યો, લાગે છે કે રોમાંસ ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Zoom TV (@zoomtv)

એક યુઝરે કહ્યું- દીપિકા ગુસ્સામાં છે, તેણે તેનો હાથ નહોતો પકડ્યો. કેટલાક લોકો મસ્તી કરતા પણ જોવા મળે છે અને કહ્યું છે કે – દીપિકાએ હાથ લંબાવ્યો નથી. ઘણા લોકોએ કહ્યું છે કે તેમને લાગે છે કે બંને જલ્દી અલગ થવા જઈ રહ્યા છે. ગયા વર્ષે ઑક્ટોબર 2022માં જ્યારે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ વચ્ચે ઝઘડાની અફવાઓ સામે આવી ત્યારે લોકો ચોંકી ગયા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

સોશિયલ મીડિયા પર એક ટ્વિટમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે બધુ બરાબર નથી અને તેમના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ છે. જો કે, આવા સમાચાર ઉડતા વધુ સમય ન લાગ્યો કે બંનેએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ અફવાઓને પણ દૂર કરી દીધી.

Shah Jina