સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારા અડવાણીને ડેડિકેટ કર્યો એવોર્ડ, દિલ જીતી લેશે અભિનેત્રીનું આ રિએક્શન

સિદ્ધાર્થ મલ્હોત્રાએ પત્ની કિયારાને ડેડિકેટ કર્યો પોતાનો એવોર્ડ, દિલ જીતી લેશે અભિનેત્રીનું આ રિએક્શન

બોલિવુડના ફેવરેટ અને ક્યુટ કપલ સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી તાજેતરમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. આ કપલ ​ ઘણા સમયથી ​સતત લાઈમલાઈટનો હિસ્સો બની રહે છે. આ કપલના લગ્ન અને આઉટફિટને લઈને ચારેબાજુ ઘણી ચર્ચા થઈ હતી. ત્યારે હાલમાં જ 24 માર્ચે એક એવોર્ડ ફંક્શનમાં સિદ્ધાર્થ મલ્હોત્રાને બેસ્ટ સ્ટાઈલ માટે સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. ત્યારે સિદે આ એવોર્ડ તેની પત્ની અને અભિનેત્રી કિયારા અડવાણીને ડેડિકેટ કર્યો.

જેને લઈને કિયારા અડવાણીએ પણ ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. શુક્રવારે મોડી રાત્રે મુંબઈમાં બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શન દરમિયાન સિદ્ધાર્થને બેસ્ટ સ્ટાઇલનું વિશેષ સન્માન મળ્યું. આ પ્રસંગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા એવોર્ડ લેતો જોવા મળે છે અને સાથે જ કહે છે કે, ‘લગ્ન પછી આ મારો બીજો એવોર્ડ છે.

પ્રથમ જે મને શ્રેષ્ઠ અભિનેતા માટે મળ્યો, બીજો મને શૈલી માટે મળ્યો. તેથી મને લાગે છે કે મારી પત્ની ખૂબ ખુશ હશે કારણ કે તે પોતે એક સારી અભિનેત્રી છે અને ખૂબ જ સ્ટાઇલિશ પણ છે અને એ ડિઝાઇનર્સ પણ કે જેમની પાસે હું શાનદાર દેખાવા માટે જાઉં છું. આ રીતે સિદે પોતાનો એવોર્ડ કિયારાને સમર્પિત કર્યો. બીજી તરફ, સિદ્ધાર્થને આપવામાં આવેલા આ ખાસ એવોર્ડ બાદ તરત જ કિયારાએ પોતાની પ્રતિક્રિયા આપી.

કિયારા અડવાણીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરીમાં સિદ્ધાર્થ મલ્હોત્રાનો આ વીડિયો શેર કર્યો અને વીડિયોની સાથે કિયારાએ હાર્ટ ઈમોજી સાથે લખ્યું છે કે- ‘આ માણસ મારું સંપૂર્ણ હૃદય છે.’ આ રીતે કિયારાએ તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનો આભાર વ્યક્ત કર્યો અને તેના પર પ્રેમણ પણ લૂંટાવ્યો.

જણાવી દઈએ કે આ કપલે 7 ફેબ્રુઆરીએ રાજસ્થાનના જેસલમેરમાં ખૂબ જ શાહી અને ભવ્ય લગ્ન કર્યા હતા. જે બાદ કપલે પહેલા દિલ્હીમાં રિસેપ્શન પાર્ટી આપી અને ત્યારબાદ મુંબઈમાં બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના કલાકારો માટે ભવ્ય રિસેપ્શન પાર્ટીનું આયોજન કર્યું.

Shah Jina