એરપોર્ટ પર મેકઅપ વગર દેખાઈ કિયારા અડવાણી ભાભી, સિંદુર-મંગળસૂત્ર પણ ન પહેર્યું, લોકોએ સંભળાવી…જુઓ ફોટા

બોલીવુડના નવા ભાભી સિંદૂર અને મંગળસૂત્ર પણ નથી પહેરતી, મેકઅપ કર્યા વગર દેખાઈ, જુઓ તસવીરો

બોલિવુડ અભિનેત્રી કિયારા અડવાણી સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે લગ્ન બાદ ઘણી ચર્ચામાં છે. કિયારા અડવાણીએ 7 ફેબ્રુઆરીએ તેના બોયફ્રેન્ડ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે રાજસ્થાનના સૂર્યગઢ પેલેસમાં ખૂબ જ શાહી લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી આ કપલ ઘણા ચર્ચામાં છે અને બંનેને ઘણી વખત સાથે સ્પોટ પણ કરવામાં આવ્યા છે. લગ્ન પછી જ્યારે કિયારા પહેલીવાર તેના સાસરે પહોંચી ત્યારે અને જ્યારે તે પહેલીવાર મુંબઇ આવી ત્યારે સિંદૂર અને મંગળસૂત્ર પહેરેલી જોવા મળી હતી,

જેને લઇને ચાહકો પણ તેના વખાણ કર્યા હતા. પરંતુ હાલમાં અભિનેત્રી જ્યારે મોડી રાત્રે એરપોર્ટ પર સ્પોટ થઇ ત્યારે તેણે ના તો માંગમાં સિંદૂર ભર્યુ હતુ અને ના તો મંગળસૂત્ર પહેર્યુ હતુ. કિયારાનું આવું કરવું લોકોને પસંદ ન આવ્યુ. જેને લઈને લોકોએ કિયારાને ટ્રોલ કરી. કિયારા તાજેતરમાં એરપોર્ટ પર જોવા મળી હતી. જો કે આ દરમિયાન મિસિસ મલ્હોત્રા એકદમ સિમ્પલ લુકમાં જોવા મળી હતી. તેની આ તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે.

કિયારાએ સફેદ ટોપ સાથે ડેનિમ પેન્ટ પહેર્યુ હતુ અને ગ્રે શાલ કેરી કરી હતી. નો મેકઅપ લુક અને ખુલ્લા વાળમાં કિયારાનો એકદમ સિમ્પલ લુક જોવા મળી રહ્યો હતો. એરપોર્ટ પર શાનદાર સ્ટાઈલ દેખાડતી અભિનેત્રીની ઘણી તસવીરો અને વીડિયો સામે આવ્યા છે. માત્ર એક મહિના પહેલા જ લગ્નના બંધનમાં બંધાયેલી કિયારાને સિંદૂર અને મંગળસૂત્ર વગર જોઈ ચાહકો ખૂબ જ આશ્ચર્યચકિત થઇ ગયા અને તેઓએ આને લઇને તેને ટ્રોલ કરી.

ઉલ્લેખનીય છે કે, સિદ્ધાર્થ મલ્હોત્રાને હાલમાં 24 માર્ચે એક એવોર્ડ ફંક્શનમાં બેસ્ટ સ્ટાઈલ માટે સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. ત્યારે આ એવોર્ડ તેણે તેની અભિનેત્રી પત્ની કિયારા અડવાણીને ડેડિકેટ કર્યો, જેને લઈને કિયારા અડવાણીએ ઇન્સ્ટા પર પોતાની પ્રતિક્રિયા પણ આપી. શુક્રવારે મોડી રાત્રે મુંબઈમાં બોલિવૂડ હંગામા સ્ટાઈલ આઈકોન એવોર્ડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ એવોર્ડ ફંક્શન દરમિયાન સિદ્ધાર્થને બેસ્ટ સ્ટાઇલનું વિશેષ સન્માન મળ્યું.

એવોર્ડ લેતા સમયે સિદે કહ્યુ કે, ‘લગ્ન પછી આ મારો બીજો એવોર્ડ છે. પહેલો જે મને શ્રેષ્ઠ અભિનેતા માટે મળ્યો અને બીજો સ્ટાઇલ માટે. મને લાગે છે કે મારી પત્ની ખૂબ ખુશ હશે કારણ કે તે પોતે એક સારી અભિનેત્રી છે અને ખૂબ જ સ્ટાઇલિશ પણ છે અને એ ડિઝાઇનર્સ પણ કે જેમની પાસે હું શાનદાર દેખાવા માટે જાઉં છું. આ રીતે સિદે પોતાનો એવોર્ડ કિયારાને સમર્પિત કર્યો.

સિદ્ધાર્થને આપવામાં આવેલા આ ખાસ એવોર્ડ બાદ તરત જ કિયારાએ પોતાની પ્રતિક્રિયા આપી. કિયારાએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં સિદ્ધાર્થનો આ વીડિયો શેર કર્યો અને સાથે લખ્યું- ‘આ માણસ મારું સંપૂર્ણ હૃદય છે.’ આ રીતે કિયારાએ તેના પતિ અને અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રાનો આભાર વ્યક્ત કર્યો અને તેના પર પ્રેમણ પણ લૂંટાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina