હજારો લોકોની ભીડ સામે DCP પિતાએ પોતાની IPS દીકરીને કરી સલામ, પિતાએ જે કહ્યું તે જાણીને તમને પણ ગર્વ થશે

પિતા છે DCP અને દીકરી છે IPS, એક જાહેર કાર્યક્રમમાં આવી ગયા સામ સામે, પછી થયું એવું કે…

દરેક પિતા માટે ગર્વ કરવા જેવી એક જ બાબત  હોય છે કે તેના સંતાનો તેમનું માથું ગર્વથી ઊંચું કરે. દરેક પિતા માટે તેમની દીકરી વ્હાલનો દરિયો હોય છે. ઘણી દીકરીઓ દીકરા સમોવાળી બની અને પિતાનું માથું ગર્વથી ઊંચું પણ કરતી હોય છે.

આવું જ કંઈક તેલંગાણામાં થયું હતું. જ્યાં પિતા છેલ્લા 30 વર્ષથી પોલીસમાં નોકરી કરી રહ્યા હતા અને તેમની દીકરી 7 વર્ષથી ફોર્સમાં છે. પરંતુ જયારે એક કાર્યક્રમ દરમિયાન બંને એક બીજાની સામે આવ્યા ત્યારે પિતાએ દીકરીને સલામ કરી હતી.

આ કહાની છે તેલંગાણાના જગતિયાલ જિલ્લાના એસપી સિંધુ શર્મા અને તેના પિતા ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ એઆર ઉમ્મહેશ્વરા શર્માની. સિંધુ શર્મા સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ એટલે કે એસપી છે. તે પદમાં તેના પિતાથી પણ ઉપર છે.

સિંધુ શર્મા 2014 બેચની આઇપીએસ છે. બંને બાપ દીકરી તેલંગાણા રાષ્ટ્ર સમિતિના કોંગારા કાલન વિસ્તારમાં યોજાયેલા એક સમારંભમાં એકબીજાની સામે આવ્યા હતા. આ સમારંભમાં જ હજારો લોકોની વચ્ચે પિતાએ પોતાની દીકરીને સલામ કરી હતી.

જેના ઉપર ડિપ્ટી કમિશ્નર ઓફ પોલીસ એઆર ઉમ્મહેશ્વરા શર્મા દ્વારા જણાવવામાં આવ્યું કે ” આ પહેલીવાર હતું જયારે અમે એક પબ્લિક સમારંભ દરમિયાન એક બીજાની સામે આવ્યા અને તેમને એક કર્યું જે તે દર વખતે કરે છે.” તેમને એમ પણ જણાવ્યું કે તેમને તેમની દીકરી સાથે કામ કરવામાં ગર્વનો અનુભવ થાય છે.

ઉમ્મહેશ્વરા શર્માએ એમ પણ જણાવ્યું કે તે જયારે પણ ડ્યુટી દરમિયાન પોતાની દીકરી સામે હોય છે ત્યારે તેને સલામ કરે છે અને પોતાના કર્તવ્યનું પાલન કરે છે. તે જયારે ઘરે હોય છે ત્યારે તેમની વચ્ચે સામાન્ય રીતે બાપ દીકરીનો જ સંબંધ હોય છે.

Niraj Patel