દીકરી નહીં આ તો સાક્ષાત લક્ષ્મી છે…ગુજરાતની દીકરીએ પિતાને જીવાડવા પોતાનું લીવર કર્યું દાન.. આખી દુનિયામાં જોતી રહી ગઈ
બાપ-દીકરીનો સંબંધ સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર માનવામાં આવે છે. દીકરી ભલે મોટી થઇ જાય અને સાસરે જતી રહે છતાં પણ એક પિતા માટે દીકરી હંમેશા નાની ઢીંગલી જ રહે છે. પિતાની આર્થિક પરિસ્થિતિ નબળી કેમ ન હોય છતાં પણ તે પોતાની દીકરીની તમામ જીદ પુરી કરવા માટે સક્ષમ હોય છે. પિતા દીકરી માટે કંઈપણ કરી શકે છે એવામાં અડાજણની દીકરીએ પિતાના જ જન્મદિવસે પોતાનું લીવર આપીને અનોખી મિસાલ કાયમ કરી હતી.
વાત વર્ષ 2016ની છે. અડાજણમાં રહેતા વિશ્વજીત મહેતા એક કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા હતા. વર્ષ 2014માંમ તેને પોતાના લીવરની સમસ્યા વિશે જાણ થઈ હતી અને વર્ષ 2016માં તેનું લીવર વધારે ડેમેજ્ડ થઇ જતા લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની નોબત આવી ગઈ હતી.
વિશ્વજિતે ખુબ તપાસ કરી અને સગાસંબંધીઓ અને મિત્રોને પણ પૂછ્યું, છતાં પણ કોઈ લીવર ડોનેટ કરવાવાળુ ન મળ્યું. એવામાં વિશ્વજીતની દીકરી ભાવિ મેહતાએ જ પિતાને પોતાનું લીવર દાન કરવાનો નિર્ણય લીધો અને પિતાના જ જન્મદિવસે લીવર આપીને પિતાને નવી જિંદગી આપી હતી.
આ બાબતે વિશ્વજિતે કહ્યું કે,”મારી બે માતાઓ છે એક મારી માં કે જેણે મને જન્મ આપ્યો છે અને એક મારી દીકરી જેણે મને નવું જીવન આપ્યું છે. જો કે મેં મારી દીકરીને ઘણું સમજાવી કે તે આવું ન કરે કેમ કે તેનાથી તેનું જીવન પણ બગડી શકે છે છતાં પણ તે ન માની અને લીવર દાન કરવાના પોતાના નિર્ણય પર અડગ રહી અને આખરે મારા જ જન્મદિવસે જ તેણે મને લીવર આપીને નવું જીવન આપ્યું હતું”.