ફરી એકવાર દીકરા હિતુ કનોડિયાએ પિતાના ગીત પર કર્યો જબરદસ્ત ડાન્સ, બુલેટ પરથી ઉતરી પત્ની મોના થીબા સાથે ઝૂમ્યા, વીડિયો વાયરલ

“તું મારો મેરુ… તું મારી માલણ…” ગીત પર ઝૂમ્યા હિતુ કનોડિયા અને મોના થીબા, જોઈને દર્શકોને યાદ આવી ગયા નરેશ કનોડિયા, જુઓ વીડિયો

Dance video of Hitu Kanodia and Mona Thiba : ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોનું નામ આવે તો સૌથી પહેલું નામ દરેકના મોઢા પર દિવંગત અભિનેતા નરેશ કનોડિયાનું આવે. નરેશ કનોડિયાએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સદાબહાર ફિલ્મો આપી છે અને આ ફિલ્મોના ગીતો આજે પણ એટલા જ પ્રસિદ્ધ છે. ત્યારે તેમનો દીકરો હિતુ કનોડિયા પણ પિતાના પગલાં પર જ આગળ વધી રહ્યા છે અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તેમને પણ મોટું નામ બનાવ્યું છે.

પિતાના ગીતો પર કરે છે ડાન્સ :

ત્યારે હિતુ કનોડિયા સોશિયલ મીડિયા પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાના જીવન સાથે જોડાયેલી અપડેટ પણ શેર કરે છે. આ ઉપરાંત તેઓ ઘણીવાર તેમના પિતાના ગીતો પર ડાન્સ કરતા પણ જોવા મળે છે અને તેમની સાથે તેમની પત્ની મોના થીબા પણ જોડાય છે. આ વીડિયોને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે અને સોશિયલ મીડિયામાં પોસ્ટ થવાની સાથે જ આ વીડિયો વાયરલ પણ થઇ જાય છે.

“તું મારો મેરુ… તું મારી માલણ…” પર બનવ્યો વીડિયો :

ત્યારે હાલમાં જ હિતુ કનોડિયા અને તેમની પત્ની મોના થીબાએ નરેશ કનોડિયાના એક ખુબ જ લોકપ્રિય ગીત “તું મારો મેરુ… તું મારી માલણ…” પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને આ વીડિયોએ ફરી એકવાર ચાહકોને નરેશ કનોડિયા અને તેમના ભાઈ મહેશ કનોડિયાની યાદ અપાવી દીધી છે. આ વીડિયોમાં હિતુ કનોડિયા અને મોના થીબા ગીતના શબ્દો પર ઝુમતા જોવા મળી રહ્યા છે.

બુલેટ પર મારી એન્ટ્રી :

વીડિયોની શરૂઆતમાં હિતુ કનોડિયા બુલેટ લઈને આવતા જોવા મળી રહ્યા છે અને આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં ગીત પણ વાગી રહ્યું છે. તે બુલેટ લઈને ઘર તરફ આવી રહ્યા હોય છે ત્યારે પત્ની મોના થીબા પણ સામે દોડીને આવતી જોવા મળે છે અને તે પણ ગીતના શબ્દો પર લિપસિંગ કરે છે. બુલેટ પરથી ઉતર્યા બાદ હિતુ કનોડિયા અને મોના થીબા હાથમાં હાથ લઈને ડાન્સ કરતા કરતા ઘરમાં પ્રવેશે છે.

મહેશ નરેશને કર્યા વંદન :

ગીતાના આગળ શબ્દો “સાથે જીવશું… સાથે મરશું” આવે છે ત્યારે ઘરની બહાર રહેલી નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાની તસવીરની પાસે તે ઉભા રહે છે અને બે હાથ જોડીને તમેને વંદન કરતા પણ જોવા મળે છે. ત્યારે હવે આ વીડિયો તેમના ચાહકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. થોડા કલાક પહેલા જ પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયોને 12 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hitukanodia (@hitukanodia)

ચાહકો થયા ખુશ ખુશાલ :

આ ઉપરાંત લાખો લોકો વીડિયોને જોઈ પણ ચુક્યા છે સાથે જ સેંકડો લોકોએ વીડિયો પર કોમેંટ કરીને પોતાની પ્રતિક્રિયા પણ આપી છે.  ઘણા લોકોએ તેમના આ ડાન્સને ખુબ જ વખાણ્યો છે તો ઘણા લોકોએ આ ડાન્સને જોઈને નરેશ કનોડિયાની યાદ આવી ગઈ હોવાનું પણ જણાવ્યું છે.  સાથે જ ચાહકોએ હિતુ કનોડિયા અને મોના થીબાનો પણ આ ગીતનો વીડિયો બનાવવા આભાર માન્યો છે.

Niraj Patel