36 વર્ષની ઉંમરે હજુ પણ કુંવારી છે સલમાનની આ ગુજરાતી અભિનેત્રી, બિકીની પહેરીને ફેન્સને ખુશ કરી દીધા- જુઓ PHOTOS
બૉલીવુડ કલાકારોનું વેકેશન માટેનું પ્રિય સ્થળ એવું માલદીવ તાજેતરના દિવસોમાં જાણે કે બીજું મુંબઈ બની ગયું છે. એક પછી એક ઘણા કલાકારો માલદીવ વેકેશન પર રજાઓ માણવા માટે ગયા છે. એવામાં સલમાન ખાનની આ અભિનેત્રી પણ માલદીવ રજાઓ માણવા માટે પહોંચી છે.
View this post on Instagram
સલમાન ખાન સાથે ફિલ્મ જય હો માં જોવા મળેલી ડેજી શાહ હાલના દિવસોમાં માલદીવમાં એન્જોય કરી રહી છે. ડેજી શાહે જ્યારથી મુસાફરી શરૂ કરી છે ત્યારથી લઈને અત્યાર સુધીની બધી જ અપડેટ સોશિયલ મડિયા દ્વારા આપી છે.
માલદીવમાં સમુદ્રની લહેરો વચ્ચે ડેજી મનભરીને એન્જોય કરી રહી છે. ડેજીએ પોતાની તસ્વીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે,
View this post on Instagram
જેમાં તેનો અલગ અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. બોલિવુડમાં તો ઘણી લોકપ્રિય થઇ, હવે આ અભિનેત્રી ટૂંક સમયમાં ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે. જી, હા દોસ્તો બોલિવુડ હિરોઈન ડેજી શાહ ગુજરાતી ફિલ્મમાં એન્ટ્રી કરવાની છે. આ ફિલ્મનું નામ છે “ગુજરાત 11”. સલમાન ખાને તેની કો-એકટ્રેસ અને ફ્રેન્ડ ડેજીની અપકમિંગ ફિલ્મ “ગુજરાત 11″નું પોસ્ટર સોશિયલ મીડિયા પર શેર કરી તેને શુભકામના પાઠવી છે. ડેજી શાહની આ ફિલ્મ “ગુજરાત 11″ફૂટબોલ સ્પોટ્સ પર આધારિત છે. તમને જણાવી દઈએ કે આ તેની પહેલી ગુજરાતી ફિલ્મ છે.
View this post on Instagram
એક તસ્વીરમાં ડેજીએ બ્લેક કલકરનો બિકીની ડ્રેસ પહેરી રાખ્યો છે અને સમુદ્ર કિનારે બેસીને પોઝ આપી રહી છે. તસ્વીરની સાથે ડેજીએ કૈપ્શનમા લખ્યું કે,”ટ્રસ્ટ ધ મેજીક”.આ સિવાય તેણે માથા પર હેટ અને ચશ્મા પણ પહેરી રાખ્યા છે. ડેજીનો આ અવતાર દર્શકોને ઘાયલ કરી રહ્યો છે. આ લુકમાં ડેજી એકદમ કાતિલાના લાગી રહી છે. ચાહકો પણ તેની આ તસ્વીર ખુબ પસંદ કરી રહ્યા છે અને કમેન્ટ્સ પણ પણ કરી રહ્યા છે. ડેજીની આ તસ્વીરો સામે આવતા જ ધડાધડ વાયરલ થઇ ગઈ છે.
View this post on Instagram
આ મુવી “ગુજરાત 11” સ્પોટ્સ ડ્રામા પર આધારિત ફિલ્મ છે. જેમાં ડેજી ફૂટબોલ કોચનો રોલ પ્લે કરી રહી છે. મિત્રો તમને ખ્યાલ જ હશે કે ડેજી શાહની માતૃભાષા ગુજરાતી છે. આ ફિલ્મને લઇ તેણે જણાવ્યું કે, “મને સારી સ્ક્રીપ્ટ લાગી તો તરત જ મેં હા કહી દીધી.” જયંત ગિલાટર આ ફિલ્મને ડિરેકટર કરી રહ્યા છે. ડેજી તેની આ ગુજરાતી મુવીને લઈને ઘણી એક્સાઈટેડ છે.
View this post on Instagram
આ સિવાય એક તસ્વીરમાં ડેજી પુલના કિનારે બેઠેલી છે અને બેક પોઝ આપી રહી છે, જ્યારે અન્ય એક તસ્વીરમાં તે બ્રિજ ઉપર ઉભેલી છે, અને બ્લુ ડ્રેસમાં સુંદર પોઝ આપી રહી છે. અમુક જ ઓડિયન્સને ખબર હશે કે ડેઝી શાહ અભિનેત્રી હોવાની સાથોસાથ એક ઉત્તમ નૃત્યાંગના પણ છે. પરંતુ એક ડાન્સરથી અભિનેત્રી બનવા સુધીની સફર બિલકુલ સરળ નહોતી. એ ગ્લેમરના વિશ્વની જૂની ખેલાડી હોવા છતાં બોલીવૂડના ચલકચલણથી પરિચિત નહોતી. આ સંજોગોમાં સદ્ભાગ્યે એને સલમાનનો સાથ સાંપડયો લાંબા સમયથી એ સલમાન સાથે સંકળાયેલી છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ડેજી એ જય હો ફિલ્મ દ્વારા ડેબ્યુ કર્યું હતું જો કે તે સલમાન ખાનની ફિલ્મ તેરે નામમાં બેક ડાન્સર સ્વરૂપે પણ જોવા મળી હતી. આ સિવાય ડેજી હેટ સ્ટોરી-3 અને રેસ-3 માં પણ જોવા મળી ચુકી છે. ફિલ્મોની સાથે સાથે ડેજી શાહ પોતાના ડાન્સ માટે પણ જાણવામાં આવે છે અને અવાર-નવાર તે પોતાના ડાન્સિંગ વિડીયો શેર કરતી રહે છે.