ખબર

વૈજ્ઞાનિકોનું ભયજનક સંશોધન: કહ્યું કે કોરોના હવાથી ફેલાય છે અને WHO તેને…જાણો વિગત

હાલ વિશ્વભરમાં કોરોનાનું સંક્ર્મણ વધતું જાય છે. વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડને પર થઇ ગઈ છે. આ વચ્ચે કોરોનાને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

32 દેશોના 239 વિજ્ઞાનીઓએ કોરોના ના સંક્રમણને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. વિજ્ઞાનીઓએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને પત્ર લખીને જણાવ્યું છે કે, હવામાં તરતાં નાના કણો દ્વારા લોકોને કોરોનાનો ચેપ લાગી શકે છે. આ સાથે વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું છે કે WHO આ અંગે ગંભીર નથી. તેણે પોતાની ગાઈડલાઈનમાં આ અંગે કોઈ જ જાણકારી આપી નથી. વિશ્વ આરોગ્ય સંસ્થાને તેની ભલામણોમાં સુધારો કરવા જણાવ્યું છે.

Image source

આ પત્રને સંશોધકો સાયન્ટિફિક જર્નલમાં પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દાવો કર્યો હતો કે, જ્યારે કોરોનાનો દર્દી કફ કાઢે કે છીંકે ત્યારે જે ટીપાં પડે તેમાંથી કોરોના વાઇરસનો ચેપ લાગે છે. બીજી તરફ અમુક વિજ્ઞાાનીઓ એમ માને છે કે કોરોના વાઇરસનો ચેપ હવામાં તરતાં કણો દ્વારા લાગે છે. એટલે કે તેનો ચેપ હવા દ્વારા કોઇને પણ લાગી શકે છે.

Image source

આ પત્ર બાબતે મુખ્ય વિજ્ઞાાની ડો. સૌમ્યા સ્વામિનાથને જણાવ્યું હતું કે, અમે નવા વૈજ્ઞાાનિક પુરાવાઓની ઝડપથી તપાસ કરી રહ્યા છીએ.

એપ્રિલમાં જ 36 વિજ્ઞાાનીઓએ લિડિયા મોરવસ્કાની આગેવાની હેઠળ વિશ્વ આરોગ્ય સંસ્થાને કોરોના હવા દ્વારા ફેલાઇ રહ્યો હોવાના પુરાવા વધી રહ્યા હોવાની જાણ કરી હતી.

Image source

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનએ જણાવ્યું હતું કે, અમેરિકામાં જ સૌથી સારૂં ટેસ્ટિંગ થાય છે. તેમણે આ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી વિકસાવી લેવાશે તેવી આશા વ્યક્ત કરી હતી. તેમણે કોરોનાના કેસોની સંખ્યા વધવા છતાં દેશે આ મામલે કરેલી પ્રગતિની પ્રસંશા કરી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.