ખબર

ખતરાની ઘંટી: ગુજરાતમાં કોરોનાના છેલ્લા 24 કલાકમાં અધધધ વધુ નવા કેસ, જાણો વધુ વિગત

ખરાબ સમાચાર: ગુજરાતમાં કોરોના બેકાબુ થઇ ગયો દોઢ મહિના બાદ ફરી…જાણો સમગ્ર વિગત

રાજ્યમાં કોરોના વાયરસનું વધતુ સંક્રમણ સરકાર અને સામાન્ય પ્રજા માટે ચિંતાજનક બન્યું રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં 515 નવા કેસ નોંધાયા છે, જ્યારે 405 લોકોએ કોરોનાને હરાવ્યો છે. કોરોના સંક્રમણથી રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં એક દર્દીનું મોત થયું છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં રાજ્યમાં કોરોનાનો કુલ આંક 2,72,240 પર પહોંચ્યો છે, અને 2,64,969 લોકોને રજા આપવામાં આવી છે. તેમજ મૃત્યુઆંક 4413 થયો છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 97.33 ટકા પર પહોંચ્યો છે.

પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ કોર્પોરેશનમાં 113, સુરત કોર્પોરેશન 101, વડોદરા કોર્પોરેશનમાં 90, રાજકોટ કોર્પોરેશન 46, વડોદરા-13, કચ્છ-11, રાજકોટ-10, આણંદ-9, ખેડા-9, સુરત-9, ભરુચ- 8, મહેસાણા-8, સાબરકાંઠા-8, ગાંધીનગર-7, જામનગર-7, ગીર સોમનાથ-6, જામનગર કોર્પોરેશન-6, જુનાગઢ કોર્પોરેશન-6, મહીસાગર-6 અને પંચમહાલમાં 6 કેસ નોંધાયા હતા.

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં અત્યારે કુલ 2858 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 43 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 2815 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,64,969 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 12,37,493 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 2,90,011 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે રાજ્યમાં કુલ 1,23,245 લોકોને રસી આપવામાં આવી છે.