ખબર

કોરોના કંઇ ન બગાડી શક્યુ આ ગામનું, કોરોનાથી આવી રીતે બચતુ રહ્યુ આ ગામ, 13 મહિનામાં એક પણ કેસ નહિ

આ સમયે જયારે દેશ કોરોના વાયરસની બીજી લહેરથી પ્રભાવિત છે, ત્યારે તમે રાજસ્થાનના સીકર જિલ્લાના સુખપુરા ગામમાં જયાં 3 હજાર લોકો રહે છે પરંતુ આ ગામમાં આજ સુધી કોઇ વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયુ નથી.

જયાં એક તરફ દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો છે અને ઘણા રાજયોમાં ઓક્સિજનની કમી, દર્દીઓને હોસ્પિટલોમાં બેડ ન મળવા અને ઘણા લોકો મોતને ભેટી રહ્યા છે. આ બધા માહોલ વચ્ચે એક ગામ એવું પણ છે, જયાં કોરોના મહામારીથી બધા સુરક્ષિત છે.

રાજસ્થાનના સીકર જીલ્લાના ખંડેલાના સુખપુરા ગામમાં લોકોએ પોતાને કોરોના મહામારીથી સુરક્ષિત રાખ્યા છે. એક તરફ જયાં દુનિયા કોરોનાની લહેરનો સામનો કરી રહી છે, ત્યાં બીજી તરફ અરાવલીની પહાડિયોની તલહટીમાં વસેલા 3 હજારની આબાદી વાળા ગામમાં વૈશ્વિક કોરોના મહામારીના 13 મહિનાથી અહીં એક પણ કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યો નથી.

આનું કારણ છે આ ગામના લોકોનું અનુશાસન અને સાવધાની. છેલ્લા વર્ષમાં જયારે દેશમાં લોકડાઉન લાગ્યુ હતુ, ત્યારે આ ગામના બધા રસ્તા પર એંટ્રી ગેટ બનાવવામાં આવ્યા અને બહારથી આવનાર લોકોની તપાસ શરૂ કરવામાં આવી હતી.

આ કામમાં તંત્રએ તેમની ઘણી મદદ કરી હતી. પરંતુ મહત્વની વાત તો એ છે કે, ગામના લોકોએ આ મહામારીને ગંભીરતામાં લીધી અને તે જ કારણે તેઓ તેનાથી બચી શક્યા.