દિલ્લી મેટ્રોમાં વધતી જઇ રહી છે અશ્લીલતા, હવે વધુ એક કપલનો વીડિયો થયો વાયરલ, બાજુમાં વૃદ્ધા બેઠા હતા પરંતુ સહેજ પણ શરમ ન આવી…જુઓ

Delhi Metro New Viral Video: દિલ્હીની લાઈફલાઈન કહેવાતી મેટ્રો ડાન્સ અને પ્રેમીપંખીડાઓના અશ્લીલ કૃત્યોના વીડિયોના કારણે છેલ્લા કેટલાય સપ્તાહોથી સમાચારમાં છે. આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાઓ હજુ પણ ચાલુ છે. દિલ્હી મેટ્રોમાં અશ્લીલ હરકતોનો સિલસિલો અટકવાનું નામ જ નથી લઈ રહ્યો. લગભગ દરરોજ નવા નવા વીડિયો વાયરલ થતા રહે છે, જે લોકોને શરમમાં મૂકે છે. જો કે મેટ્રોની અંદર અશ્લીલ હરકતો કરનારાઓ સામે કાર્યવાહી કરવાની કડક સૂચના આપવામાં આવી છે, પરંતુ તેમ છતાં કેટલાક લોકોને તેનાથી ખાસ ફરક પડી રહ્યો નથી.

વધુ એક કપલનો વીડિયો થયો વાયરલ
દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન એટલે કે ડીએમઆરસીએ સ્પષ્ટપણે કહ્યું છે કે મેટ્રોની અંદર અથવા પ્લેટફોર્મ પર જો કોઈ વ્યક્તિ અશ્લીલ હરકતો કરતી જોવા મળશે અથવા ઈન્સ્ટા રીલ બનાવશે તો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવશે.જો કે હાલમાં જ એક શરમજનક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં મેટ્રોની અંદર એક કપલ એકબીજાને ગળે લગાવીને અશ્લીલ હરકતો કરતા જોવા મળે છે. મેટ્રોની અંદર ઘણા લોકો છે પણ તેનાથી તેમને કોઈ ફરક પડી રહ્યો તેમ લાગી રહ્યુ નથી. તેઓ ફક્ત પોતાનામાં જ મગ્ન છે.

મેટ્રોમાં અશ્લીલ હરકત કરતુ જોવા મળ્યુ કપલ
મેટ્રોમાં સવાર એક વ્યક્તિએ આ ઘટનાને પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી અને તે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ. સામાજિક કાર્યકર્તા બરખા ત્રેહાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર આ વીડિયો શેર કર્યો અને DMRCને ટેગ કરી કેપ્શનમાં લખ્યું, ‘દિલ્હી મેટ્રોમાં અશ્લીલતા વધી રહી છે. જાહેર સ્થળોએ આવા કૃત્યો અન્યને અસ્વસ્થ બનાવે છે. આના પર થોડો વિચાર થવો જોઈએ.’ સાથે જ આ વીડિયો જોયા બાદ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

આ પહેલા પણ અનેક વીડિયો થયા છે વાયરલ
એક યુઝરે લખ્યું છે કે, ‘પબ્લિક પ્લેસ પર આવી હરકતો કરનારાઓ સામે બધાએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ’, જ્યારે બીજા યુઝરે લખ્યું કે, ‘એક્શન ખૂબ જ જરૂરી છે’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું કે, ‘તે પુખ્ત છે, તે કંઈ પણ કરી શકે છે, તેને કાયદા દ્વારા અધિકાર છે. જો તમે શિક્ષા આપશો તો આ તેમનો જવાબ હશે.’ જો કે આ પહેલીવાર નથી જ્યારે દિલ્હી મેટ્રોની અંદર કોઈ કપલનો આ પ્રકારની અશ્લીલ હરકતો વીડિયો વાયરલ થયો હોય. જો કે,થોડા સમય પહેલા જ એક કપલ લિપ-લોક કરતા જોવા મળ્યા હતા. આવા બીજા ઘણા વીડિયો પણ વાયરલ થયા છે.

Shah Jina