કેટરીના-વિક્કી, આલિયા-રણબીરથી લઇને અભિષેક-જયા બચ્ચન સુધી…અનેક બોલિવુડ સેલેબ્સ પહોંચ્યા ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના સ્ક્રીનિંગમાં- જુઓ તસવીરો
Rocky aur Rani Kii Prem Kahaani screening : આલિયા ભટ્ટ અને રણવીર સિંહ સ્ટારર ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ 28 જુલાઈના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર, જયા બચ્ચન અને શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં છે. ત્યારે ગઈકાલે રાત્રે મુંબઈમાં આ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયુ હતું, જેમાં બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. સ્ક્રિનિંગમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બ્લેક ટી-શર્ટમાં ટ્યુનિંગ કરતા જોવા મળ્યા હતા. બંનેની ટી-શર્ટ પર ટીમ રોકી રાની લખેલું હતું.
‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ નું યોજાયુ સ્ક્રીનિંગ
બંનેને એકસાથે જોઈને ફેન્સ ખૂબ જ ખુશ દેખાતા હતા. ત્યાં રણવીર સિંહનો પરિવાર પણ ત્યાં પહોંચી ગયો હતો. જ્યારે દીપિકા પાદુકોણ સ્ક્રીનિંગમાંથી ગાયબ હતી. રણવીર સિંહની બહેને ટીમ રોકી ટી-શર્ટ પહેરીને તેના ભાઈને પ્રોત્સાહિત કર્યો હતો. 25 જુલાઈએ રાત્રે આલિયા ભટ્ટ અને રણવીર સિંહના અભિનયને જોવા માટે લગભગ અડધુ બોલિવૂડ ઉમટી પડ્યું હતું. જયા બચ્ચન પણ સ્ક્રીનિંગમાં પહોંચી હતી. જો કે, પેપરાજીને તેમના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. તે પોતાની પુત્રી શ્વેતા બચ્ચન અને પુત્ર અભિષેક સાથે ફિલ્મની સ્ક્રીનિંગમાં પહોંચી હતી.
જયા બચ્ચન પેપરાજી પર ભડકી
તેને જોઇને પેપ્સ બૂમો પાડવા લાગ્યા…જયા જી, જયા જી. જો કે, આ સાંભળીને અભિનેત્રી અને સાંસદનો પારો વધી ગયો અને પછી જયા બચ્ચને પેપ્સ તરફ મીટ માંડીને કહ્યું, ‘હું બહેરી નથી. ચિલ્લાઓ નહિ.’ જો કે જ્યાં પોઝ આપવા માટે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું. ત્યાં, ત્રણેય ઊભા ન રહ્યા. ત્યારે આ જોઇ લોકોએ પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. જયા સાથે રેખાની સરખામણી કરતા એક યુઝરે લખ્યું, ‘એટલે જ અમે રેખાને પ્રેમ કરીએ છીએ. તેને કોઈ અહંકાર નથી.
આલિયા અને રણવીરના લુકે ચોરી લાઇમલાઇટ
એકે લખ્યું, ‘આ મહિલામાં પેપ્સ માટે પ્રેમ નથી.’ એકે લખ્યું, ‘તે બિલકુલ એક સ્કૂલ પ્રિન્સિપાલની જેમ વર્તી રહી છે.’અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાએ સ્ક્રીનિંગમાં રણવીરને લોકેટ ગિફ્ટ કર્યું હતું. પ્રીમિયરમાં કેટરીના કૈફ-વિક્કી કૌશલથી લઈને અનન્યા પાંડે અને સારા અલી ખાન પણ પહોંચી હતી. ફિલ્મ જોવા પહોંચેલા સ્ટાર્સનો સ્ટાઈલિશ લુક ફેન્સને ઈમ્પ્રેસ કરી રહ્યો હતો. જ્યારે આલિયા ભટ્ટ અને રણવીર સિંહના લુકે તો લાઇમલાઇટ ચોરી લીધી હતી.
રણવીરે દરેક પેપરાજીને ગળે લગાવ્યા
રણવીર સિંહ સપ્તરંગી રંગના ડિસ્ટ્રેસ જીન્સ સાથે સફેદ સ્લોગન ફુલ ટી-શર્ટમાં એકદમ ડેશિંગ દેખાઈ રહ્યો હતો. ટી-શર્ટ સાથે તેણે રંગબેરંગી શૂઝ પણ પહેર્યા હતા. બીજી તરફ આલિયા ભટ્ટે જીન્સ સાથે બ્લેક ઓવરસાઈઝ ટી-શર્ટ અને રણબીર કપૂર બ્લેક ટી-શર્ટ સાથે બ્લેક જીન્સ પહેર્યુ હતુ. ઉલ્લેખનીય છે કે, રણવીર સિંહે આ દરમિયાન દરેક પેપરાજીને વ્યક્તિગત રૂપે મળી તેમને ગળે લગાડ્યા અને પેપ્સ સાથેનું રણવીરનું બોન્ડ હવે ચર્ચાનો વિષય બનેલું છે. પેપ્સ તેને પ્રેમથી બાબા પણ કહે છે.
વિક્કી-કેટરીના, સારા-ઇબ્રાહિમ, અનન્યા પાંડે સહિત અનેક સેલેબ્સ થયા સામેલ
વિક્કી કૌશલ પણ તેની પત્ની અને અભિનેત્રી કેટરીના કૈફ સાથે કરણ જોહરની ફિલ્મ જોવા પહોંચ્યો હતો. કેટરીના કૈફ આ દરમિયાન ઘણી સુંદર લાગી હતી. તેણે વ્હાઇટ મીની ડ્રેસ સાથે બ્લેક હાઈ હીલ બૂટ પહેર્યા હતા. કેટરિનાએ મિનિમલ મેકઅપ, સેન્ટર પાર્ટેડ હેરસ્ટાઈલ સાથે હૂપ ઈયરિંગ્સ કેરી કરી હતી. જ્યારે વિક્કી કૌશલ ડેનિમમાં હેન્ડસમ લાગતો હતો. સારા અલી ખાને ફિલ્મ પ્રીમિયર માટે વન શોલ્ડર ક્રોપ ડેનિમ ટોપ પસંદ કર્યું. જેની સાથે રિપ્ડ જીન્સ અને વ્હાઇટ શુઝ મૂવી ડેટ માટે પરફેક્ટ લાગતા હતા. પ્રીમિયરમાં મલાઈકા પણ હંમેશની જેમ હોટ અને ખૂબસૂરત દેખાતી હતી. મલાઇકાએ બોસ લેડી લુક કેરી કર્યો હતો.
સાસુ નીતૂ કપૂર અને નણંદ કરિશ્મા કપૂર પણ પહોંચી ફિલ્મ જોવા
આ ફિલ્મની સ્ક્રીનિંગમાં આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂર અને રણબીર કપૂરની ફોઇ રીમા જૈન પણ આવી પહોંચ્યા હતા. ઈવેન્ટમાં નીતુ કપૂર ખૂબ જ સુંદર લાગી રહી હતી. અભિનેત્રી કરિશ્મા કપૂર પણ ફિલ્મ સ્ક્રિનિંગનો ભાગ હતી. આ ખાસ અવસર પર તે ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં જોવા મળી હતી. આ ઉપરાંત શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન, મનીષ મલ્હોત્રા, નેહા ધૂપિયા સહિત ઘણા સેલેબ્સે સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી. ફિલ્મ સ્ક્રિનિંગ પછી, આમાંના ઘણા સેલેબ્સ ડિનર પાર્ટી માટે ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઘરે પણ પહોંચ્યા હતા.