બાબાએ માથા પર ઉગાડી લીધું છે ઘાસ, પત્રકારે પૂછ્યું કે “બાબા કેવી રીતે સુઈ જાઓ છો ?” તો બાબાએ આપ્યો એવો જવાબ કે સાંભળીને હેરાન રહી જશો… જુઓ વીડિયો
Gamla Baba Video : આપણા દેશની અંદર ઘણા એવા લોકો છે જે ઘણીવાર એવા એવા કામ કરે છે તે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ત્યારે આવા લોકોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. હાલ એવા જ એક બાબાનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં બાબાએ એવું કારનામુ કર્યું છે કે જોનારા પણ દંગ રહી ગયા છે. કારણ કે આ બાબાએ પોતાના માથાની અંદર જ બીજ રોપ્યા છે અને આ બીજ ઉગી પણ ગયા છે.
બાબાએ માથાને બનાવ્યું કુંડુ :
હવે તમે વિચારતા હશો કે બાબાએ આ કેવી રીતે કર્યું હશે. વીડિયો જોયા પછી તમને સમજાઈ જશે કે બાબાએ આવું કેમ અને કેવી રીતે કર્યું. વાયરલ વીડિયોમાં બાબાએ એક રિપોર્ટરે પૂછેલા સવાલનો જવાબ સારી રીતે આપ્યો. પત્રકાર બાબાની નજીક પહોંચતા જ તેણે જોયું કે બાબાએ પોતાના માથાને કુંડુ બનાવી લીધું હતું. બાબાના માથા પર ઘણું લીલું ઘાસ ઊગી ગયું છે. અંકલ બિશ્નાએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અપલોડ કર્યો છે.
માથા પર ઉગી ગયું છે ઘાસ :
પત્રકારે પૂછ્યું કે બાબા, તમે તમારા માથા પર બીજ રોપશો કે છોડ વાવો છો. આના પર બાબાએ જવાબ આપ્યો, “હું આવા બીજ મારા માથા પર છોડી દઉં છું અને પછી પાણી આપતા રહીએ છીએ અને છોડ ઉગે છે. હું 4 વર્ષથી મારા માથા પર છોડ ઉગાડું છું. હું પાણી નાખીને સિંચાઈ કરું છું.” પછી રિપોર્ટરે પૂછ્યું કે શું માટીનું કામ માથું કરે છે, તો બાબાએ કહ્યું, “માટીનું કામ વાળ કરે છે. મારા માથાની ચામડી ભેજનું કામ કરે છે. ચામડી પણ ક્યારેક ફાટી જાય છે. ”
View this post on Instagram
માથાની ચામડી ફાટી જાય છે :
આ પછી બાબાએ એમ પણ કહ્યું કે જ્યારે હું મારા માથા પર છોડ ઉગાડું છું ત્યારે મારા માથાની ચામડી ફાટી જાય છે. આ છોડના મૂળ અંદર જાય છે અને જ્યારે પણ તમે આ છોડને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો તો તેમાંથી લોહી પણ નીકળવા લાગે છે. પછી રિપોર્ટરે પૂછ્યું કે તમે કેવી રીતે સૂઈ જાઓ છો તો બાબાએ જવાબ આપ્યો કે હું તો બેસીને જ સૂઉં છું. આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં લોકો પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.