50ની ઉંમરે ચોથીવાર પિતા બન્યો આ ફેમસ એક્ટર, ગર્લફ્રેન્ડે આપ્યો બીજા બાળકને જન્મ

ગર્લફ્રેન્ડના બીજા બાળકનો પિતા બન્યો આ ફેમસ એક્ટર, જાણો બેબી ગર્લ આવી કે બેબી બોય આવ્યો

Arjun Rampal- Gabriella Second Baby: બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ અને તેની ગર્લફ્રેન્ડ ગેબ્રિએલા ડેમેટ્રિએડ્સે 20 જુલાઈએ ગુરુવારના રોજ બીજી વખત માતા-પિતા બન્યા. અભિનેતાની ગર્લફ્રેન્ડે દીકરાને જન્મ આપ્યો છે. અર્જુન રામપાલ અને તેનો પરિવાર હાલમાં ઘરે નાના મહેમાનના આગમનની ઉજવણી કરી રહ્યો છે. અભિનેતાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ચાહકો સાથે આ ખુશખબર શેર કરી હતી.

ગર્લફ્રેન્ડના બીજા બાળકનો પિતા બન્યો અર્જુન રામપાલ
અર્જુન રામપાલે તસવીર શેર કરી કેપ્શનમાં લખ્યું, “મને અને મારા પરિવારને આજે એક સુંદર બાળકનો આશીર્વાદ મળ્યો છે. મા અને પુત્ર બંને સારા છે. પ્રેમ અને કૃતજ્ઞતાથી ભરેલા છે. તમારા બધાના પ્રેમ માટે આભાર, 20.07.2023 હેલો વર્લ્ડ.” આ ગુડ ન્યુઝ શેર કરતા જ સેલેબ્સે અને ચાહકોએ અર્જુનને ફરી એકવાર પિતા બનવા બદલ અભિનંદન આપ્યા.

પહેલી પત્નીથી છે બે દીકરીઓ
જણાવી દઈએ કે અર્જુન રામપાલ અને ગેબ્રિએલા લાંબા સમયથી રિલેશનશિપમાં છે. તેઓ વર્ષ 2018માં પરસ્પર મિત્રો દ્વારા મળ્યા હતા. થોડા મહિના પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા. વર્ષ 2019માં કપલે તેમના પહેલા પુત્ર એરિક રામપાલનું સ્વાગત કર્યું. અર્જુન રામપાલને ભૂતપૂર્વ પત્ની મેહર જેસિયા સાથે બે પુત્રીઓ પણ છે. માહિકા રામપાલ અને માયરા રામપાલ. અર્જુન અને મેહરના સત્તાવાર રીતે વર્ષ 2019માં છૂટાછેડા થયા હતા.

અર્જુન રામપાલનું વર્કફ્રન્ટ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, અર્જુન છેલ્લે કંગના રનૌત સાથે એક્શન ફિલ્મ ધાકડમાં જોવા મળ્યો હતો. જો કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખરાબ રીતે ફ્લોપ રહી હતી. ટૂંક સમયમાં તે અબ્બાસ મસ્તાનની આગામી ફિલ્મ ‘પેન્ટહાઉસ’માં બોબી દેઓલ સાથે જોવા મળશે. આ સિવાય અર્જુન સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ ક્રેકમાં જોવા મળશે. આ ફિલ્મમાં વિદ્યુત જામવાલ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે.

 

View this post on Instagram

 

A post shared by Arjun Rampal (@rampal72)

Shah Jina