વૃદ્ધ દાદા રસ્તા પર વેચી રહ્યા હતા સમોસા, એક યુવકે જઈને કહ્યું, “દાદા આરામ કરો…” દાદાનો જવાબ સાંભળીને યુવકનો કામ પ્રત્યેનો નજરીયો બદલાઈ ગયો, જુઓ
Old Man Selling Samosa: સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા વીડિયો અને તસવીરો સામે આવતા હોય છે જેને જોઈને કોઈનું પણ હૃદય દ્રવિત થઇ જાય. ખાસ કરીને આપણે કોઈ નાના બાળકને અથવા તો કોઈ વૃદ્ધને કામ કરતા જોઈએ ત્યારે આપણને તેમને જોઈને ચોક્કસ દયા આવી જતી હોય છે. ત્યારે હાલ એક એવી જ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. જેમાં એક દાદા રોડના કિનારે બેસીને સમોસા વેચી રહ્યા છે અને ત્યારે જ એક યુવક તેમને આરામ કરવાનું કહે છે.
વરસાદમાં વેચી રહ્યા હતા સમોસા :
ટ્વિટર પર આર્યનશ નામના યુઝરે એક વૃદ્ધ વ્યક્તિની વાર્તા સંભળાવી, લખ્યું “ભારે વરસાદ વચ્ચે, મેં કોર્ટ સર્કલ, ઉદયપુર પાસે મારી કાર પાર્ક કરી, જ્યાં મેં એક દાદાને ગરમ પોહા અને સમોસા વેચતા જોયા. ઓર્ડર આપ્યા પછી આતુર મનથી તેમની ઉંમર જોઈને મેં તેમને પૂછ્યું “તમે આરામ કેમ નથી કરતા?” જવાબમાં તેમણે શું કહ્યું તે સાંભળ્યા પછી, કામ પ્રત્યેનો મારો દ્રષ્ટિકોણ બદલાઈ ગયો.
દાદાનો જવાબ હતો દિલચસ્પ :
દાદાએ કહ્યું “દીકરા, આ ઉંમરમાં હું પૈસા માટે કામ નથી કરતો, પણ તેનાથી મારા દિલને ખુશી મળે છે. ઘરે એકલા બેસી રહેવા કરતાં અહીં બેસી રહેવું સારું. જ્યારે હું મારા ભોજનનો સ્વાદ ચાખનારા ચાર લોકોના ખુશ ચહેરા જોઉં છું ત્યારે મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. જ્યાં આખી દુનિયા કામ માટે રડે છે. તે જ સમયે, કેટલાક લોકો એવા છે જે નિવૃત્તિની વાર્તા લખી રહ્યા છે. 25મી જુલાઈના રોજ શેર કરવામાં આવેલી આ પોસ્ટમાં લોકો ઘણો રસ લઈ રહ્યા છે.
લોકોની પ્રતિક્રિયા જુઓ :
આ પોસ્ટને અત્યાર સુધી 1.3 મિલિયનથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ યુઝર્સ તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું “હંમેશા તમારા હૃદયની વાત સાંભળો.” બીજાએ કહ્યું “મહેનત અને સમર્પણની ભાવના હોવી જોઈએ.” સારું, કોઈ ગમે તે કહે, પણ દાદાની મહેનત જોઈને એમ કહેવું ખોટું નહીં હોય કે મજબૂરીમાં કરેલા કામ કરતાં સારું છે, એવું કામ જે તમે દિલથી કરો છો.