જબરા જુગાડી પડ્યા છે આપણા દેશમાં, જુઓ બાઇકના એન્જીન અને કબાડમાંથી બનાવી દીધી ચાર પૈડાંવાળી ગાડી, વીડિયો જોઈને ફેન થઇ જશો…

આ છોકરાનો જુગાડ જોઈને તો તમારું માથું પણ ચકરાવે ચઢી જશે, જુઓ કેવી રીતે નકામી વસ્તુઓમાંથી દેશી જુગાડ કરીને બનાવી ગાડી, લોકો પણ જોતા જ રહી ગયા, વીડિયો વાયરલ

Boys Made Four Wheeler Vehicle Using Old Parts : આપણા દેશમાં કોઈપણ મુસીબત માટે કોઈને કોઈ જુગાડ લોકો કરી જ લેતા હોય છે અને એટલે જ ભારતીય જુગાડ દુનિયાભરમાં ફેમસ છે. સોશિયલ મીડિયામાં પણ આવા જુગાડના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને આવા વીડિયોને જોઈને લોકો પણ ખુબ જ પ્રભાવિત થઇ જતા હોય છે. ત્યારે હાલ એક એવા જ જુગાડનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિએ જુગાડ દ્વારા બાઇકના એન્જીન અને કબાડમાંથી ફોર વ્હીલ ગાડી બનાવી દીધી.

જુગાડ જોઈને માથું ચકરાવે ચઢશે :

આ ક્લિપ ટ્વિટર પર નીરજ નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. કેપ્શનમાં લખ્યું છે “દેશી જુગાડ કે દેશી ઈનોવેશન” 29 સેકન્ડના આ વીડિયોમાં બે છોકરા અને બે બાળકો જુગાડમાંથી બનાવેલા વાહન પર બેસીને પ્રવાસની મજા માણી રહ્યાં છે. વાહનને એવી રીતે મોડિફાઇડ કરવામાં આવ્યું છે કે તે તમારું માથું  ચકરાવે ચઢશે.

કબાડમાંથી બનાવી ગાડી :

વાયરલ ક્લિપમાં જોઈ શકાય છે કે જુગાડ વાહન કારના મોડલ પર બનાવવામાં આવ્યું છે. બાઇકનું એન્જિન તેમાં ફીટ કરવામાં આવ્યું છે. તે જ સમયે, સ્ટિયરિંગને સારી ડિઝાઇન આપવામાં આવી છે. આ સિવાય કારની બોડીને લાકડા, જૂના ટીન ફીટ કરીને ડિઝાઇન કરવામાં આવી છે. કંઈક ભેળવીને તમને કૂલ વાહન જોવાની મજા આવશે.

લોકો પણ રહી ગયા હેરાન :

27 જુલાઈના રોજ પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં યુઝર્સ ઘણો રસ દાખવી રહ્યા છે. અત્યાર સુધી તેને હજારો લાઈક્સ મળી ચૂકી છે. જોકે આવા વાહનથી અકસ્માતનો ભય રહે છે. આમ છતાં સોશિયલ મીડિયાના લોકો ભારતીયોના જુગાડને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ એ છે કે ઓછા ખર્ચે આવી શોધ કરવી દરેક વ્યક્તિની ક્ષમતામાં નથી.

Niraj Patel