માણસ પાસે વિશાળકાય અજગર કરી રહ્યો હતો પૉટી, વ્યક્તિએ વીડિયો બનાવી જણાવી આખી કહાની, સાંભળીને લોકો પણ રહી ગયા હેરાન, જુઓ વીડિયો
python potty video : આજે દુનિયા ખુબ જ આગળ નીકળી ગઈ છે. છતાં પણ ઘણી એવી બાબતો હોય છે જેને જાણવા માટે માણસનું મન હંમેશા વ્યાકુળ રહેતું હોય છે, માણસ પોતાની દૈનિક ક્રિયાઓ કેવી રીતે કરે છે તે વાત તો દરેકને ખબર જ હોય છે, પરંતુ શું જળચર પ્રાણીઓ પોતાની દૈનિક ક્રિયા કેવી રીતે કરે છે તે કોઈ જાણે છે ? તેમાં પણ સાપ અને અજગર જેવા પ્રાણીઓ વિશે જાણવાની આતુરતા દરેકમાં હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક અગજરનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે ટોયલેટ જતો જોવા મળી રહ્યો છે.
સાપને પૉટી કરતા જોયો છે ક્યારેય ? :
અત્યાર સુધી તમે સાપને લડતા, શિકાર કરતા, રોમાન્સ કરતા જોયા હશે પરંતુ શું તમે ક્યારેય સાપને પોટી કરતા જોયા છે? તમે વિચારી રહ્યા છો કે આ કેવા પ્રકારની ઘૃણાસ્પદ વાત છે. આવો જ એક ઘૃણાસ્પદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં સાપ પોટી કરતો રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયો જોયા બાદ દરેક લોકો આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.
માણસે બનાવ્યો વીડિયો :
આ વાયરલ વિડિયોમાં બે માણસો સાપને પોટી કરતા જોવા મળી રહ્યા છે. એક વ્યક્તિ તેનો વીડિયો બનાવી રહ્યો છે અને બીજો તેના વિશે જણાવી રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે સાપ શરીરના પાછળના ભાગેથી તેની પૂંછડી થોડી ઉંચી કરીને આ પોટી કરી રહ્યો છે. તેની બાજુમાં બેઠેલો વ્યક્તિ કહી રહ્યો છે કે સાપ પોટી અને પેશાબ બંને કરી રહ્યો છે. તેની પોટી ખૂબ જ દુર્ગંધયુક્ત અને સખત હોય છે.
View this post on Instagram
લોકો રહી ગયા હેરાન :
આ ફૂટેજ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો લાઈક પણ કરી ચુક્યા છે. સાથે જ લોકો આ વીડિયોને લઈને પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. એકે લખ્યું- ‘અમે ક્યારેય વિચાર્યું પણ નહોતું કે સાપ પણ પોટી કરે છે. જો કે, આશ્ચર્યજનક છે કે આવું થઈ રહ્યું છે.