આ દાદાએ વિશાળ વડની વડવાઈ વચ્ચે જ લગાવી લીધી ચાની દુકાન, જોઈને દિગ્ગજ બિઝનેસમેન પણ થઇ ગયા પ્રભાવિત, જુઓ વીડિયો

80 વર્ષના દાદા ચલાવે છે અનોખી ચાની દુકાન, દુકાન નહિ પરંતુ આ તો છે એક મંદિર… જુઓ વીડિયો

A tea shop in a huge tree : આપણા દેશની અંદર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે કોઈને કોઈ જુગાડ નીકળી જતો હોય છે. ઘણા લોકો એવા હોય છે જે પોતાના જુગાડથી દિલ જીતી લેતા હોય છે. આવા જ ઘણા જુગાડના વીડિયોને બિઝનેસમેન આનંદ મહિન્દ્રા પણ શેર કરતા હોય છે. ત્યારે હાલ આનંદ મહિન્દ્રાની એક નવી ટ્વીટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ છે. આ વખતે મહિન્દ્રા ગ્રુપના ચેરમેને અમૃતસરમાં ચાના સ્ટોલનો વીડિયો પોસ્ટ કર્યો છે.

આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વીડિયો :

આ કોઈ સામાન્ય ટી સ્ટોલ નથી. કારણ કે આ ચાની દુકાન એક વિશાળ વટવૃક્ષની અંદર બનેલી છે. હા, વટવૃક્ષની છાયા નીચે, વૃદ્ધ બાબાજી ગેસ-સ્ટવ પર નહીં પણ ભટ્ટી પર ચા બનાવે છે. તેમની સાદગીએ માત્ર ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રા જ નહીં પરંતુ ઈન્ટરનેટ પર ઘણા લોકોના દિલ જીતી લીધા છે. આ જ કારણ છે કે મહિન્દ્રાએ આ ટી સ્ટોલનું નામ ‘ચાય સેવા કા મંદિર’ રાખ્યું છે.

વિશાળ વૃક્ષમાં ચાની દુકાન :

આ હૃદયસ્પર્શી વિડીયો શેર કરતા આનંદ મહિન્દ્રાએ ટ્વિટર પર લખ્યું “અમૃતસરમાં જોવા માટે ઘણી બધી જગ્યાઓ છે. પરંતુ આગલી વખતે જ્યારે હું શહેરની મુલાકાત લઈશ, ત્યારે સુવર્ણ મંદિરની મુલાકાત સિવાય, હું ચોક્કસપણે આ ‘ચાય સેવા કે મંદિર’માં પગ મુકીશ, જે બાબા 40 વર્ષથી વધુ સમયથી ચલાવી રહ્યા છે. આપણું હૃદય કદાચ સૌથી મોટું મંદિર છે.”

લોકો પણ થયા આફરીન :

આ વીડિયો આનંદ મહિન્દ્રા દ્વારા 23 જુલાઈએ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 10 લાખથી વધુ વ્યૂઝ અને 13 હજારથી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. સાથે જ ઘણા યુઝર્સે આ અંગે કોમેન્ટ પણ કરી છે. કેટલાક લોકોએ આ વિડિયો શેર કરવા બદલ આભાર કહ્યું તો કેટલાકે ચા વેચનાર બાબાજીને સલામ કરી. એક વ્યક્તિએ લખ્યું- ખરેખર આ વીડિયો દિલને સ્પર્શી ગયો. ત્યાં બીજી વ્યક્તિએ લખ્યું- બાબાજીને હૃદયપૂર્વક વંદન.

Niraj Patel