દીકરાએ ખરીદ્યા અધધધ લાખના બુટ, પપ્પાએ પૂછ્યું કેટલાના આવ્યા, તો દીકરાનો જવાબ સાંભળીને પપ્પાએ કર્યું એવું કે… જુઓ વીડિયો

દીકરાના નવા શૂઝ જોઈને પપ્પા પહેલા તો ખુબ જ ખુશ થઇ ગયા, પછી કિંમતની જાણ થતા જ પપ્પાએ એવું રિએક્શન આપ્યું કે,… જુઓ વીડિયો

Father Reaction On Buying 4 Lakh Shoes : આજના સંતાનોને મોંઘા મોંઘા શોખ હોય છે અને તે ઘણીવાર સામાન્ય લાગતી વસ્તુઓને પણ એટલી ઊંચી કિંમતમાં ખરીદી લેતા હોય છે કે તેના ભાવ સાંભળીને જ ચક્કર આવી જાય. તો ઘણા યુવાનોને બ્રાન્ડનું ઘેલું લાગ્યું છે અને બ્રાન્ડના આવા શોખના કારણે તે લાખો રૂપિયા પણ ખર્ચી નાખતા હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં દીકરાએ એટલા મોંઘા બુટ ખરીદ્યા કે તેની કિંમત સાંભળીને પપ્પાના પણ હોશ ઉડી ગયા.

પપ્પા રહી ગયા હેરાન :

કારણ કે આ શૂઝ 5 કે 10 હજારના નહીં પરંતુ 4 લાખ રૂપિયાના હતા. પિતાને પગરખાંની કિંમત ખબર પડતાં જ તેઓ થોડીવાર મૌન થઈ ગયા અને પછી બોલ્યા  “તું પાગલ થઈ ગયો છે કે શું ?” જોકે, આ પહેલીવાર નથી કે જ્યારે બાળકોની મોંઘી વસ્તુઓ પર માતા-પિતાની આવી પ્રતિક્રિયા સામે આવી હોય. આ પહેલા એક છોકરીએ તેની માતાને 35 હજાર રૂપિયાની કિંમતનો ગુચીનો બેલ્ટ બતાવ્યો હતો, જેના પર માતા કહે છે “આ 150માં મળે છે.”

4 લાખના શૂઝ :

આ વીડિયોમાં જોઈ શકાય છે કે દીકરો બેડ પર બેઠેલા પિતાને તેના એકદમ નવા જૂતાનું બૉક્સ આપે છે. જ્યારે છોકરાના પિતા નાઇકીમાંથી ચંકી ડંકી સ્નીકર્સ કાઢે છે, ત્યારે છોકરો પૂછે છે “કેવા લાગ્યા તમને ?” આના પર પિતાનો પ્રશ્ન સામે આવે છે  “કેટલાના છે ?” પુત્ર જવાબમાં કહે છે કે “તેની કિંમત 4 લાખ રૂપિયા છે.” આના પર પિતા થોડીવાર શાંતિથી પુત્ર તરફ જુએ છે, અને કહે છે “તું પાગલ થઈ ગયો છે. આટલા બૂટ… અને પછી ચંપલ બૉક્સમાં રાખીને દીકરાને દૂરથી નમસ્કાર કરે છે.”

 

View this post on Instagram

 

A post shared by Yadupriyam Mehta (@ypmvlogs)

લોકોની પ્રતિક્રિયા જુઓ :

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ યુઝર @ypmvlogs દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું “4 લાખના જૂતા જોઈને પાપાની પ્રતિક્રિયા!! આજે બચી ગયો.” આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકો જોઈ ચુક્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું “ભાઈ સરોજિનીમાં 500માં મળે છે.” બીજાએ કહ્યું “મેં વિચાર્યું હતું કે એ જ જૂતા પડશે.” આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel