વાહ…આ પાજીએ તો ચાલુ ટ્રેનમાં જીતી લીધા પેસેન્જરના દિલ, પોતાના મોઢાથી કાઢ્યું એવું સંગીત કે સાંભળીને સૌ કોઈ થઇ ગયા આફરીન, જુઓ વીડિયો

ગજબનો ટેલેન્ટ છે આ ભાઇમાં… મોઢામાંથી સંગીતના અલગ અલગ વાદ્યોના કાઢે છે સુર, વીડિયોમાં કોમેન્ટ કરીને એક ભાઈએ કહ્યું, “મારા લગ્નમાં તમે જ વગાડવા આવજો !”

Young man took the music out of his mouth : આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જેમની અંદર એવા એવા ટેલેન્ટ ભરેલા પડ્યા છે કે તેને જોઈને કોઈપણ હેરાન રહી જાય, ત્યારે આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયા પર આવા ટેલેન્ટના ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે અને લોકો પણ તેમના આ ટેલેન્ટને ખુબ જ વખાણતા પણ હોય છે, ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવા જ ટેલેન્ટડ વ્યક્તિનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં તે મોઢાથી અલગ અલગ મ્યુઝિક વગાડી રહ્યો છે.

મોઢાથી કાઢ્યા અલગ અલગ સંગીત :

વાયરલ થઇ રહેલો આ વીડિયો કોઈ ટ્રેનનો છે, જેમાં કેટલાક પંજાબી લોકો ઉભા છે અને તેમની વચ્ચે એક પાજી યુવક પણ ઉભો છે. આ યુવક તેના મોઢાથી સંગીતના અલગ અલગ વાધ્યો વગાડી રહ્યો છે, આ જોઈને લોકો પણ તેના ટેલેન્ટથી ખુબ જ ખુશ થઇ જાય છે. તે સંગીતના વાદ્યોને મોઢાથી એવી રીતે વગાડી રહ્યો છે કે જાણે એ વાદ્ય જ વાગતું હોય. પરંતુ તે બધા જ અવાજ મોઢાથી કાઢી રહ્યો છે.

સાઉથ ઇન્ડિયન મ્યુઝિક પણ વગાડ્યું :

વીડિયોમાં તે આગળ સાઉથ ઇન્ડિયન મ્યુઝિક પણ વાગડે છે, જેમાં તે શરણાઈના સુર છેડે છે અને એ સાંભળતા જ બીજા પેસેન્જર પણ હસવા લાગે છે, આ ઉપરાંત તે કેટલાક એવા આવજો પણ કાઢે છે જે અનોખા છે. તે એમ પણ કહે છે કે હજુ પણ હું બીજા ઘણા અવાજ કાઢી શકું છું. આ યુવક કોણ છે તેના વિશેની કોઈ માહિતી સામે નથી આવી પરંતુ લોકોને આ વીડિયો ખુબ જ પસંદ આવી રહ્યો છે.

લોકોએ પણ ટેલેન્ટ વખાણ્યો :

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ઇન્ડિયન સિંગર નામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધી 2.4 મિલિયનથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને 4 લાખથી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. આ ઉપરાંત સેંકડો લોકોએ કોમેન્ટ કરીને તેના ટેલેન્ટના વખાણ પણ કર્યા છે, એક ભાઈએ તો એમ પણ કોમેન્ટ કરી છે કે “મારા લગ્નમાં બેન્ડ કેન્સલ, પાજી તમે જ સંગીત વગાડવા આવજો !”

Niraj Patel