ખબર

કોરોના જેવી મહામારી વચ્ચે આવ્યા રાહતના સમાચાર, આ દવાથી થશે ઉપચાર

હાલ કોરોના જેવી મહામારી ચાલી રહી છે. કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો છે. કોરોના જેવું બીમારીનો કોઈ લીધેજ જોવા મળી રહ્યો નહીં। ઘણા બધા દેશ કોરોનાની રસી શોધવામાં મહેનત કરી રહ્યા છે. ત્યારે હાલમાં જ એક સારા સમાચાર સામે આવ્યા છે.

image source

કોરોના વાયરસની દવા પર સંશોધન કરી રહેલા બ્રિટિશ વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે તેઓને એક એવી દવા મળી છે જેનાથી કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓને બચાવી શકાય છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે ડેક્સામેથાસોન ઓછી માત્રા આપવાથી ચેપના સૌથી ગંભીર કેસોમાં પણ મૃત્યુદર એક તૃત્યાંશ સુધીનો ઘટાડો થયો છે. માનવામાં આવી રહ્યું છે કે પરિણામ કોરોના વાયરસ સામે મોટી સફળતા છે.

Image source

આ ક્લિનિકલ ટ્રાયલ યુકેના નેતૃત્વ વાળા વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવ્યું છે. જેને ‘રિકવરી’ નામના આપવામાં આવ્યું છે. આ સાથે જ વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે જલદી આ દવા અંગે એક રિસર્ચ પેપર પણ પ્રકાશિત કરવામાં આવશે.

Image source

સંશોધન મુજબ આ દવા કુલ 2104 દર્દીઓને આપવામાં આવી અને તેની સરખામણી જે દર્દીઓનો સામાન્ય રીતે ઈલાજ થઈ રહ્યો છે તેવા 4321 અન્ય દર્દીઓની સાથે કરવામાં આવી. આ દવાના ઉપયોગ પછી વેન્ટિલેટરની સાથે સારવાર કરાવી રહેલા દર્દીઓનો મૃત્યુદર 35 ટકા સુધી ઘટી ગયો છે. જ્યારે જે દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો હતો તેઓમાં પણ મૃત્યુદર 20 ટકા ઘટી ગયો છે.

Image source

ક્લીનિકલ ટ્રાયલનું નેતૃત્વ કરી રહેલા ઓક્સફોર્ડ યુનિવર્સિટીના પ્રોફેરસ માર્ટિન લેન્ડ્રેનુ કહેવુ છે કે COVID-19ના એવા દર્દીઓ જે વેન્ટિલેટર કે ઓક્સિજન પર છે, તેઓને સારવારમાં ડેક્સામેથાસોન આપવામા આવે તો દર્દીનું જીવન બચાવી શકાય છે. આ સારવારનો ખર્ચ પણ સરખામણીએ ઓછો છે.

તેમણે કહ્યું કે ત્રણ મહિના પહેલા યુકેએ આ ડ્રગની ક્ષમતાની તપાસ કર્યા પછી ડ્રગનો વ્યાપક સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. તેમણે એક નિવેદનમાં કહ્યું, “કારણ કે અમે પહેલેથી જ ડેક્સામેથેસોનની સંભાવનાનું પરીક્ષણ કર્યું હતું. તેથી અમે તેને માર્ચથી સ્ટોક કરી રહ્યાં છે. ”

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.