જે પ્રેમિકાના કારણે ઝેર પીધું એ પ્રેમિકાએ કહ્યું, “મરવા દો એને…”, અભિનેતા બોલ્યો, મારી ભૂલ થઇ ગઈ, પરંતુ મારી પાસે હવે કોઈ રસ્તો…”
Tirthanand Rao Attempt Suicide : ધ કપિલ શર્મા શો અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં જુનિયર નાના પાટેકરના નામથી ફેમસ તીર્થાનંદ રાવે ફેસબુક પર લાઈવ આવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તીર્થાનંદનો જીવ બચાવ્યો. અભિનેતા હવે ખતરાની બહાર છે અને તેની સારવાર ચાલી રહી છે અને તે હોસ્પિટલમાં જ છે.
આ દરમિયાન તેણે પોતાની ગર્લફ્રેન્ડ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેનું કહેવું છે કે તેના લિવ-ઈન પાર્ટનરના કારણે જ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ સમાચાર એ છે કે તીર્થાનંદની ગર્લફ્રેન્ડે જે કહ્યું એ જાણીને સૌ કોઈ હેરાન છે. તેને કહ્યું “તેને મરવા દો, હું તેને છોડવાની જ હતી.”
તીર્થાનંદના આત્મહત્યાના પ્રયાસ કેસમાં પોલીસે જ્યારે તેની પ્રેમિકાને ફોન કર્યો તો પોલીસને પણ ચોંકાવનારી વાત સાંભળવા મળી. મીડિયા રિપોર્ટ અનુસાર, પોલીસે જણાવ્યું કે જ્યારે તેઓએ મહિલાને ફોન કર્યો તો ફોન એ કહીને ડિસ્કનેક્ટ થઈ ગયો કે “તેને મરવા દો, હું તેને આમ પણ છોડીને જાઉં છું.”
અભિનેતા તીર્થાનંદે કહ્યું કે તેની ગર્લફ્રેન્ડે તેના પર ખોટા આરોપ લગાવીને તેને ફસાવવાનો પ્રયાસ કર્યો છે. તેનાથી પરેશાન થઈને તેણે આમ કર્યું. તેણે કહ્યું- ‘તે મહિલાના કારણે હું મારા જ ઘરમાંથી બેઘર થઈ ગયો છું. 10 થી 12 દિવસ થયા છે કે હું મારા ઘરને બદલે બહાર ફૂટપાથ પર સૂઈ રહ્યો છું. તેણે મારા પર ખોટો આરોપ લગાવ્યો છે અને મને ખોટા કેસમાં ફસાવી દીધો છે. આ દરમિયાન મેં તેને કેસ પાછો ખેંચી લેવા કહ્યું પરંતુ તે માની ન હતી.
અભિનેતા તીર્થાનંદે જણાવ્યું કે તેની લિવ-ઇન પાર્ટનર ઇચ્છે છે કે ઘરનો કેટલોક હિસ્સો તેના નામે ટ્રાન્સફર કરવામાં આવે. તેણે આગળ કહ્યું- ‘માત્ર આટલું જ નહીં, તે ઈચ્છે છે કે હું તેને પૈસા પણ આપું. થોડા સમય પહેલા જ મેં તેને 1 લાખની કિંમતનો ફોન પણ અપાવ્યો હતો. તેમ છતાં તે મને છોડતી નથી.”
અભિનેતાએ જણાવ્યું કે મહિલા દરરોજ તેને ટોર્ચર કરતી હતી. આવી સ્થિતિમાં, તેની પાસે આ રસ્તો હતો જેના દ્વારા તેણે પોતાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો. તીર્થાનંદે કહ્યું- ‘જો પોલીસ સમયસર ન આવી હોત તો કદાચ હું બચી શક્યો ન હોત. મને મારા કૃત્ય પર શરમ આવે છે પરંતુ તેણે મારા માટે બીજો કોઈ રસ્તો છોડ્યો ન હતો. હું ઈચ્છું છું કે તે કેસ પાછો ખેંચે. તેના કારણે હું મારા કામ પર ધ્યાન આપી શકતો નથી. મારી પાસે હવે કંઈ બચ્યું નથી.