ટોયલેટમાં એવી રીતે છુપાઈને બેઠો હતો ખતરનાક સાપ કે વીડિયો જોઈને તમારા મોતિયા પણ મરી જશે, જુઓ

ઘરના ટોયલેટમાં જ સાપ નીકળતા જ ફફડી ઉઠ્યા ઘરના લોકો, એવી જગ્યાએ છુપાઈને બેઠો હતો કે સાપ પકડવા વાળાએ પકડ્યો અને ફેણ ફેલાવીને ઉભો રહી ગયો કિંગ કોબ્રા, જુઓ વીડિયો

King Cobra Standing in Toilet : સોશિયલ મીડિયામાં પ્રાણીઓને લગતા ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે. તેમાં પણ સાપના વીડિયો લોકો ખુબ જ પસંદ કરતા હોય છે. સાપ જયારે નીકળે ત્યારે લોકો બૂમાબુમ કરી ઉઠે છે અને તરત જ સાપ પકડવા વાળાને બોલવામાં આવે છે, ઘરમાં એવી જગ્યાએ સાપ સંતાઈ જાય છે કે જોઈને આપણા રૂંવાડા પણ ઉભા થઇ જાય.

હાલ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેમાં એક સાપ ટોયલેટમાં છુપાઈને બેઠેલો જોવા મળે છે અને આ કોઈ સામાન્ય સાપ નથી પરંતુ ખતરનાક કિંગ કોબ્રા છે. જેવો જ સાપ પકડવા વાળો આવે છે અને સાપને પકડે છે ત્યારે તરત જ કિંગ કોબ્રા પોતાની ફેણ ફેલાવીને બેઠો થઇ જાય છે, આ નજારો જોઈને લોકો ફફડી ઉઠે છે.

આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘સ્નેક નવીન’ નામના હેન્ડલથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં ટોયલેટ ટબની અંદર એક ખતરનાક કિંગ કોબ્રા કેવી રીતે બેઠો છે તે જોઈ શકાય છે. જ્યારે સાપને પકડવા આવેલા વ્યક્તિએ તેને બહાર કાઢવાની કોશિશ કરી તો તે પોતાની ફેણ ફેલાવીને ઊભો થઈ ગયો. જોકે, સાપ પકડનારાએ ખૂબ કાળજી રાખીને સાપને બહાર કાઢ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Naveen snake (@snake_naveen)

તે ખૂબ જ સરળતાથી સાપને પૂંછડીથી પકડીને ખેંચે છે અને થોડી જ વારમાં તેને બાથરૂમમાંથી બહાર લાવે છે અને પછી એક ડબ્બામાં બંધ કરી દે છે, આ દરમિયાન આસપાસ ઉભેલા લોકો પણ હેરાન રહી જાય છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પોતાના પ્રિતભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel