ગુજરાતમાં પાન-ગલ્લાની દુકાનોને લઈને આવ્યા મોટા સમાચાર, તમાકુ શોખીનોને રડવાનો વારો આવશે- જાણો વિગત

0

કોરોનાના વધતા કેસને લઈને ગુજરાત સરકાર દ્વારા અજીતનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના મહાનગરોમાં કોરોનાનાં કેસ વધુ છે, જેના કારણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવું પડશે રાજ્યના CMO અશ્વિની કુમારે આજે ફેસબુકના દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી જેમાં ગુજરાતમાં રેડ, ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શું ખુલ્લું રહેશે અને શું બંધ રહેશે તેના વિશે અગત્યની જાહેરાત કરી હતી. ગ્રીનઝોનમાં જનજીવન યથાવત કરાશે પણ રેડ ઝોનમાં કોઈ બાંધછોડ નહીં કરવામાં આવે.સીએમઓના સચિવ અશ્વિની કુમારે સરકારના નિર્ણયો અંગે માહિતી આપતા જણાવ્યું કે, ગઈકાલે સાંજે મુખ્યમંત્રી ની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે, અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીનગર જેવા મહાનગરોમાં કોઈ છૂટછાટ નહિ અપાય.

રાજકોટ ભલે ઓરેન્જ ઝોનમાં હોય, પણ રાજકોટ મહાનગરને પણ રેડ ઝોન જ લાગુ રહેશે. રાજકોટ શહેરને પણ કોઈ વધુ છૂટછાટ નહિ અપાય. આગામી 2 અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ ઘટાડી બહાર આવવાનો લક્ષ્યાંક બનાવાયો છે. 6 નગરપાલિકા વિસ્તારોમાં પણ કોઈ છૂટછાટ નહિ. બોટાદ, બોપલ, ગોધરા, ઉમરેઠ નગરપાલિકા વિસ્તારોમાં પણ પ્રતિબંધ યથાવત રહેશે.

તો આ સાથે જ નિર્ણય લેવામાં આવ્યો હતો કે,રાજ્યના જિલ્લામાં પાનના ગલ્લા નહીં ખુલે. દરેક ઝોનમાં સાંજે 7 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી ઘરમાં જ રહેવું પડશે.

ગુજરાતમાં પાન-મસાલાની દુકાનો હજુ બે સપ્તાહ સુધી નહીં ખુલે . રેડ,ઓરેન્જ કે ગ્રીન ઝોનમાં પાનની દુકાનો નહીં ખોલી શકાય.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.