ખબર

બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મામલે થઇ મોટી જાહેરાત, આ તારીખે પરીક્ષા લેવાશે- જાણો સમગ્ર માહિતી…

તાજેતરમાં જ બિન સચિવાલય કલાર્કની પરીક્ષા 20 ઓક્ટોમ્બરના રીજ યોજાનારી હતી પરંતુ સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. જેના કારણે પરીક્ષાર્થીઓ તેમજ વાલીઓ નારાજ પણ થયાં હતા, સાથે એવી પણ જાહેરાત કરવામાં આવી હતી કે આ પરીક્ષા માત્ર સ્નાતક ઉમેદવારો જ આપી શકશે.

પરંતુ હાલમાં જ સરકાર દ્વારા એક મહત્વનો નિર્યણ લઈને પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. પરીક્ષાની તારીખ જાહેર થવાની સાથે પરીક્ષાર્થીઓમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સરકારશ્રીએ આજે તારીખ જાહેરાતની સાથે બીજો એક મહત્વનો નિર્ણય પણ લીધો છે. સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પરીક્ષા સ્નાતક થયેલ ઉમેદવાર જ આપી શકશે। પરંતુ આજ રોજ સરકારે દ્વારા જાહેરાત કરી જણાવવામાં આવ્યું છે કે ધોરણ 12ના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી શકશે.

સરકાર દ્વારા પરીક્ષાની નવી તારીખ 17 નવેમ્બર રાખવામાં આવી છે. જેના કોલ લેટર 1 કલાક બાદ ઓનલાઇન મેળવી શકાશે.
સાથે GPSCની પરીક્ષાની તારીખમાં સરકારે કર્યો ફેરફાર, 17 નવેમ્બરે લેનારી પરીક્ષા હવે 24 નવેમ્બરે યોજાશે.

પરીક્ષા રદ થવાના કારણે નિરાશ થયેલા વિદ્યાર્થીઓમાં પરીક્ષાની નવી તારીખની જાહેરાત થવાની સાથે જ ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.