મનોરંજન

એસીપી પ્રદ્યુમ્નનથી અભિજીત સુધી, મળો CIDમાં કામ કરતા એક્ટ્રેસની રિયલ લાઈફ વિષે

જો તમે 90 નાં દશકમાં જન્મેલા છો તો તમને કદાચ યાદ પણ નહી હોય કે તમે ‘C.I.D.’ નો પહેલો એપિસોડ ક્યારે જોયો હતો. ‘C.I.D.’ એક એવો ટીવી શો છે જે આગળના 20 વર્ષથી ટીવી પર છવાયેલો છે. જેને લીધે તેને 2004માં લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ અને ગિનીજ બુક વર્લ્ડ રેકોર્ડ્સ બંનેમાં શામિલ થઇ ચુક્યું છે. સીઆઇડીને તેલુગુ, તમિલ, બંગાલી ભાષામાં ડબ કરવામાં આવ્યું હતું.

સીઆઈડીમાં પોતાની ફિલ્મ પ્રમોટ કરવા માટે શાહરુખ ખાન,કરીના કપૂર,આમિર ખાનથી લઈને સલમાન ખાન સુધીના બધાજ કલાકારો આવ્યા હતા. નોંધનીય છે કે,સીઆઇડીનું પ્રસારણ પાકિસ્તાનમાં પણ કરવામાં આવતું હતું.સીઆઇડીનું શુટિંગ ફ્રાન્સ, ઉબઝેકિસ્તાન અને સ્વિઝર્લેન્ડમાં કરવામાં આવ્યું હતું.

બાળકોથી લઈને વૃદ્ધો હર કોઈને પસંદ છે. પછી ACP પ્રદ્યુમનનો તે ડાઈલોગ “कुछ तो गड़बड़ है दया!” હોય કે પછી દયાનું દરવાજો તોડવું. આજે શો સાથે જોડાયેલી ઘણી એવી બાબતો લોકો વચ્ચે ફેમસ બની ચુકી છે.

તો આજે અમે તમને ‘C.I.D.’ નાં આ ફેમસ સિતારાઓનાં પરિવારને મળવવા જઈ રહ્યા છીએ.

‘C.I.D.’ નાં મુખ્ય કિરદાર ACP પ્રદ્યુમન લોકોમાં ખુબ જ ફેમસ છે. તેના પર તો મોટાભાગે મીડિયા પર મીમ્સ પણ બનાવામાં આવતી રહે છે. ‘C.I.D.’ નાં સિવાય તેમણે ‘વાસ્તવ’, ‘નાયક’, અને ‘સુર્યવંશમ’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયામાં કેશિયરની જોબ કરી ચુકેલા શિવાજીની પત્નીનું નામ અરુણા છે. તેમનો એક દીકરો અને એક દીકરી છે.

Image source

શોમાં સિનિયર ઈન્સ્પેક્ટર અભિજિતની ભૂમિકા નિભાવતા આદિત્ય શ્રીવાસ્તવે ‘સત્ય’, ‘ફાઈવ’, અને ‘ગુલાલ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. આદિત્યની પત્નીનું નામ માનસી શ્રીવાસ્તવ છે. આ બંનેને બે પુત્રી આરૂશી અને અડવાકા અને એક પુત્ર છે.

Image source

C.I.D.’ નાં સીનીયર ઇન્સ્પેક્ટર દયાનો ધક્કો આપવાથી જ દરવાજો તોડવાની આવડત થી તમે લોકો સારી રીતે પરિચિત છો જ. તે અજય દેવગન ની ફિલ્મ સિંઘમ-2 માં પણ પોતાની આવડત દેખાડતા નજરમાં આવ્યા હતા. મૈસુરનાં રહેવાસી દયાનંદ મુંબઈમાં પોતાની પત્ની અને દીકરી સાથે રહે છે. તેની પત્નીનું નામ સ્મિતા અને દીકરીનું નામ વિવા છે. દયા ‘જલક દીખલા જા’ શો માં ઠુમકા લગાવતા પણ નજરમાં આવ્યા હતા.

Image source

‘C.I.D.’ માં અસીસ્ટેન્ટ ઇન્સ્પેકટર ફ્રેડરિક્સનો કીરદાર નિભાવી રહેલા દિનેશ ફડનીસ એક બેહતરીન કોમેડિયન અને રાઈટર છે. તેમણે ‘સરફરોશ’, ‘મેલા’ જેવી ફિલ્મોમાં પણ કામ કરેલું છે.

Image source

શોમાં જાન્હવી છેડાએ ઇન્સ્પેક્ટર શ્રેયાની ભૂમિકા નિભાવી હતી. તેના પતિનું નામ નિશાંત ગોપાલિયા છે.

Image source

વર્ષ 2007 થી ‘C.I.D.’ માં ડોકટર નો રોલ પ્લે કરી રહેલા શ્રદ્ધા મુસલે સોની ટીવી પર પ્રસારિત થનારા ‘પોરસ’ માં પણ મહાનંદિનીના કિરદારમાં નજરમાં આવી રહી છે.મોડેલ રહી ચુકેલી શ્રદ્ધા અમદાવાદની રહેવાસી છે. તેણે વર્ષ 2012 માં લખનૌના વેપારી દીપક તોમર સાથે લગ્ન કર્યા હતા.

Image source

આ શોમાં ઈંસ્પેક્ટર સચિનની ભૂમિકા નિભાવનારા ઋષિકેશ પાંડેની પત્ની અને એક પુત્ર છે.

Image source

‘C.I.D.’ માં સબ-ઇન્સ્પેકટર પૂર્વીનો કીરદાર નીભાવી રહેલી અંશા સૈયદની આ તસ્વીર નનિહાલની છે જ્યાં તે પોતાના પુરા પરિવાર સાથે રક્ષાબંધન મનાવા માટે ગઈ હતી. ‘C.I.D.’ સિવાય તેણે ‘આહટ-2’, ‘લાગી તુજસે લગન’ જેવી સીરીયલોમાં પણ કામ કરેલુ છે.