રસોઈ

ચોળાફળી તમે ઘરે જ બનાવો છો તો હવે એની ચટણી પર બનાવો ઘરે જ , એકદમ બહાર જેવી જ સ્વાદિષ્ટ બનશે ….


મિત્રો આ વખતે ઘરે જ બનાવો ચોળાફળી ની ચટણી

હેલો, મિત્રો અત્યારે તહેવાર ના દિવસો ચાલી રહ્યા છે. થોડાક દિવસો માં દિવાળી પણ આવી જશે. મિત્રો, તમારે દિવાળી ની સાફ સફાઈ થઈ ગઈ હશે. અને હવે ઘર-ઘર માં સ્ત્રીઓએ વી-નવી વાનગીઓ બનાવવા નું ચાલુ કરી દીધું હશે. ને દિવાળી ના પર્વ માં જો ઘર માં ચોળાફળી ના બને તો દિવાળી ની મજા માણવા નું અધૂરું રહી જાય. તો તમે પણ ઘરે ચોળાફળી બનાવશો. પણ જો ચોળાફળી ની ચટણી ના બનાવીએ તો કઈ ખાવા ની મજા ના આવે. તો ચાલો આજે અમે તમને ચોળાફળી ની ચટણી બનાવતા શીખવીશું.ચોળાફળી ની ચટણી બનાવવા માટે ની સામગ્રી

 • બેસન નો લોટ – ¼ કપ
 • ખાટુ દહીં – ¼ કપ
 • કોથમીર – 2 થી 3 ટેબલ સ્પૂન (ઝીણી સમારેલી)
 • લીલા મરચાં – 2
 • આદું – 1 ઈંચ નો કટકો
 • તેલ – 2 ટેબલ સ્પૂન
 • રાઈ – ½ નાની ચમચી
 • હીંગ – 1 ચપટી
 • લાલ મરચાં નો પાઉડર – ¼ નાની ચમચી થી ઓછી
 • ખાંડ – 1 નાની ચમચી
 • મીઠું – સ્વાદ અનુસાર

ચોળાફળી ની ચટણી બનાવવા માટે રીત
• સૌપ્રથમ એક મોટું વાસણ લઈ તેમાં બેસન અને દહીં ને મિક્સ કરી ને તેનું ઘોળું તૈયાર કરી લો. આ મિશ્રણ ની અંદર જો ગોળીઓ હોય તો તેને હલાવતા રહો અને લોટ એન એકદમ ચીકણું કરી લો.

• હવે તેમાં 2 કપ પાણી નાખો અને પછી તેને સારી રીતે મિક્સ કરતાં રહો. આમ આ ઘોળ તૈયાર કરી લો.

• હવે મિક્સર લો તેમાં લીલા મરચાં, આદું અને થોડીક કોથમીર નાખી ને તેને દળી લો. આવી રીતે આદું, મરચાં ને કોથમીર ની પેસ્ટ તૈયાર કરી લો.
• હવે આ તૈયાર કરેલ પેસ્ટ ને બેસન અને દહીં ના બનાવેલા ઘોળ માં નાખી તેને સારી રીતે મિક્સ કરી લો.

• હવે એક બીજું વાસણ લો તેમાં 1 ટેબલ સ્પૂન તેલ નાખી ગેસ પર ગરમ કરવા માટે મૂકી દો. તેલ ગરમ થઈ જાય પછી તેમાં રાઈ નાખી તેને થોડીક વાર માટે તળી લો, પછી તેમાં ચપટી હીંગ નાખી ત્યાર બાદ ઘોળું નાખી તેને સતત હલાવતા રહો,

• હવે તેમાં થોડો લાલ મરચાં નો પાઉડર નાખો, પછી ખાંડ નાખો અને સ્વાદ અનુસાર મીઠું નાખી સારી રીતે મિક્સ કરી દો.

• આ મિશ્રણ ને સતત હલાવતા રહો, 6 થી 7 મિનિટ મિશ્રણ ને ચડવા દો.

• આમ ચટણી બની ને તૈયાર છે. હવે ગેસ બંધ કરી દો, ચટણી ને કોઈ એક સાફ વાસણ માં કાઢી લો.

• જો તમે ચટણી નો સ્વાદ વધારવા માંગતા હો તો તેમાં ફરી થી તડકો લગાવી શકો છો.

• આ માટે કોઈ એક નાના વાસણ માં થોડું તેલ નાખી તેને ગરમ કરવા માટે ગેસ પર મૂકો, તેલ ગરમ થઈ ગયા પછી તેમાં થોડી રાઈ નાખો પછી તેમાં થોડું લાલ મરચાં નો પાઉડર નાખી તેને મિક્સ કરી દો, ગેસ બંધ કરી દો. આ વઘાર ને હવે ચટણી ની ઉપર નાખો અને તેને મિક્સ કરી નાખો.

• લીલી કોથમીર ની સાથે તેને સજાવો અને તેને પીરસો. આમ તૈયાર છે ચોળાફળી ની સ્વાદિષ્ટ ચટણી.
તો આ દિવાળી એ જરૂર થી ઘરે જ બનાવો ચોળાફળી અને સાથે ઘરે જ બનાવો ચોળાફળી ની ચટણી અને ઘરે
આવનાર મહેમાનો ને પીરસી તેનો આનંદ માણો.

માધવી આશરા ‘ખત્રી’

Author: GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ