ખબર

ચંદ્રયાન-2: ચંદ્ર પર સૂરજ ઢળવાની શરૂઆત, ઓર્બિટર મોકલશે ચંદ્રના અંધારામાં રહેનારા એ ભાગનો ફોટો જ્યાં સૂર્યના કિરણો…

ભારતીય અંતરિક્ષ સંશોધન સંગઠન (ISRO) નો હજી સુધી મિશન ચંદ્રયાન -2 લેન્ડર વિક્રમ સાથે સંપર્ક થયો નથી. જોકે, ઇસરોના વૈજ્ઞાનિકો લેન્ડર સાથે સંપર્ક કરવા સખત મહેનત કરી રહ્યા છે. ત્યારે એક વાત સારી છે કે ચંદ્રયાન-2 નું ઓર્બિટર પોતાના મિશનમાં લાગેલું છે. વાત એમ છે કે મૂન મિશનનું ઓર્બિટર ચંદ્રના એ ભાગોની તસવીરો મોકલશે કે જે હંમેશા ગાઢ અંધારામાં જ રહે છે. આ ચંદ્રનો એ ભાગ છે કે જ્યાં સૂર્યપ્રકાશ ક્યારેય પહોંચતો નથી. ભારતની આ સિદ્ધિ સમગ્ર વિશ્વ માટે નવી માહિતી હશે. ઇસરોના વૈજ્ઞાનિકો દાવો કર્યો છે કે ચંદ્રયાન-2 નું ઓર્બિટર સારી રીતે કામ કરી રહ્યું છે.

Image Source

જણાવી દઈએ કે 22 જુલાઈના રોજ શરૂ કરાયેલ ચંદ્રયાન-2માં, લેન્ડર અને રોવર ચંદ્ર પર ઉતરવાના હતા, જ્યારે ઓર્બિટરના ભાગે ચંદ્રનું પરિભ્રમણ કરવાની અને માહિતી એકત્રિત કરવાની જવાબદારી હતી. 7 સપ્ટેમ્બરના રોજ, ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા જ અમુક મીટરની દૂરી પર વિક્રમ લેન્ડર ઇસરોના રડારમાંથી ગાયબ થઈ ગયું, અને હજી સુધી તેનો સંપર્ક થઈ શક્યો નથી.

પરંતુ સૌથી ખાસ વાત તો એ છે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર ચંદ્રની એ જગ્યાની હાઈ રીઝોલ્યુશન તસવીરો મોકલશે, કે જ્યાં હંમેશાં ગાઢ અંધારું જ રહે છે. એ વિસ્તારોમાં સૂર્યના કિરણો ક્યારેય પહોંચી શકતા નથી. આજ સુધી, કોઈ પણ મૂન મિશન આ વિસ્તારની તસવીરો લઈ શક્યું નથી. આ તસવીરો આખી દુનિયા માટે નવી હશે. મિશન ચંદ્રયાન-2ની આ એક મોટી સફળતા છે. ઓર્બિટર હાલમાં ચંદ્રની સપાટીથી લગભગ 100 કિ.મી. ઉપર ચક્કર લગાવી રહ્યું છે. તેમાં હાઈ રીઝોલ્યુશન કેમેરા છે જે ચંદ્રની સપાટીના 0.3 મીટર સુધીની તસવીરો લઇ શકે છે.

Image Source

ભારતીય અંતરિક્ષ એજન્સી ઇસરો (ISRO) ના ભૂતપૂર્વ પ્રમુખ એએસ કિરણ કુમારે મીડિયાને કહ્યું, ‘અમે ચંદ્રયાન 1 કરતા વધુ સારા પરિણામોની અપેક્ષા રાખીએ છીએ. આનું મુખ્ય કારણ આ ચંદ્ર મિશનના ઓર્બિટરમાં માઇક્રોવેવ ડ્યુઅલ-ફ્રીક્વન્સી સેન્સરનું હોવું છે, જેથી આપણે ચંદ્રના હંમેશા અંધારામાં રહેતા વિસ્તારોનું મેપિંગ કરી શકીશું.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે ચંદ્રયાન-2ના ઓર્બિટરમાં ખૂબ મોટા હાઇ રિઝોલ્યુશન સ્પેક્ટ્રલ રેંજના આધુનિક કેમેરા હાજર છે.

ઇસરોના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, ચંદ્રયાન-2નું આ ઓર્બિટર સચોટ અને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં સ્થાપિત થઇ ચૂક્યું છે. હવે તે ચંદ્રની વિકાસ યાત્રા, સપાટીની રચના, ખનીજ અને પાણીની ઉપલબ્ધતા વગેરે વિશે ઇસરોને માહિતી આપશે. સૌથી અગત્યની વાત એ છે કે ઓર્બિટરે ભ્રમણકક્ષામાં ખૂબ જ સફળ રીતે પ્રવેશ કર્યો. જેથી તેમાં મોટી માત્રામાં બળતણ બાકી છે. તેનો ફાયદો એ થશે કે આર્બિટર હવે એક વર્ષ જ નહિ, પણ લગભગ 7 વર્ષ સુધી કાર્યરત રહેશે અને આ સમય દરમિયાન તે ચંદ્રના રહસ્યો પરથી પડદો ઉઠાવવામાં મદદ કરશે.

Image Source

હાર્ડ લેન્ડિંગને કારણે ચંદ્રની સપાટી પર પડેલા ચંદ્રયાન -2ના લેન્ડર વિક્રમનો સંપર્ક થવાની આશા સમય વીતવાની સાથે જ ઓછી થતી જાય છે. લેન્ડરને ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. વાત એમ છે કે વિક્રમ અને તેની અંદર હાજર રોવર પ્રજ્ઞાને ચંદ્રની સપાટી પર એક ચંદ્ર દિવસ એટલે કે ધરતી પરના 14 દિવસનો સમય વિતાવવાનો હતો. એવામાં અઠવાડિયું વીતી ગયું છે અને હવે 1 અઠવાડિયાથી પણ ઓછો સમય બચ્યો છે.

ઇસરોના એક વૈજ્ઞાનિકે જણાવ્યું કે – ‘જેમ જેમ સમય વીતતો જાય છે, વિક્રમ સાથે સંપર્ક કરવું વધુ મુશ્કેલ બનતું જાય છે. એની બેટરી ખતમ થઇ રહી છે. તેમને ચિંતા વ્યક્ત કરી છે કે જો બેટરી ખતમ થઇ ગઈ તો વિક્રમ સાથે સંપર્ક કરવો અસંભવ બની જશે. જેમ-જેમ સમય પસાર થાય છે તેમ આશા ધૂંધળી થતી જાય છે!’ વિક્રમની સ્થિતિ અત્યારે જેમની તેમ છે. એ અત્યારે પણ વીજળી પેદા કરી શકે છે, અને પોતાની બેટરીઓને સૌર પેનલથી રિચાર્જ કરી શકે છે. પરંતુ હવે તેમાં કોઈ પણ પ્રકારની પ્રગતિની આશાઓ ઓછી થતી જાય છે.

Image Source

નાસાનું ઓર્બિટર 17 સપ્ટેમ્બરના રોજ ચંદ્રની સપાટી ઉપર વિક્રમ જે સ્થળે ઉતર્યું છે એન સ્થાનની ઉપરથી ઉડશે. નાસાનું ઓર્બિટર લેન્ડિંગ સાઈટની તસવીરો પણ મોકલી શકે છે. જેનાથી વિક્રમ લેન્ડરનો સંપર્ક કરવામાં સફળતા મળી શકે છે. નાસા નીતિ મુજબ તેના ઓર્બિટરનો ડેટા સાર્વજનિક રૂપે ઉપલબ્ધ હોય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks