અજબગજબ

ચાણક્ય નીતિ: આ 5 વાતોને ધ્યાનમાં રાખશો તો ક્યારેય નહિ આવે ધનની ખોટ

ચાણક્યે મનુષ્યના સામાન્ય જીવનથી જોડાયેલા દરેક વિષયનું ઊંડાણથી અધ્યયન કર્યું. કુશળ અર્થશાત્રી તરીકે ઓળખનારા આચાર્ય ચાણક્યએ ધન-પૈસાને લઈને પણ ઘણી નીતિઓનો ઉલ્લેખ કર્યો છે. હાલના સમયમાં ખુશહાલ જીવન જીવવા માટે ધનનું ખુબ જ મહત્વ છે. એવામાં જો ચાણક્યની આ 5 વાતો જીવનમાં અનુસરશો તો ક્યારેય ધનની ખોટ નહીં આવે.

Image Source

1. ચાણક્યના અનુસાર ધન કમાવું જેટલું કઠિન હોય છે એટલું જ કઠિન તેને સારી રીતે સાચવી રાખવું છે. ચાણક્ય પ્રમાણે પૈસાને હંમેશા સમજી વિચારીને યોગ્ય કાર્યમાં ખર્ચ કરવો જોઈએ. વ્યકિતએ ધન કમાવવાની સાથે બચાવની પણ રાખવું જોઈએ. જે લોકો સમજી વિચારીને પૈસાનો ખર્ચ કરે છે તેમની પાસે ધનની કમી નથી હોતી.

Image Source

2. ચાણક્યના જણાવ્યા અનુસાર સતત કામ કરવાથી ધન અર્જિત થાય છે. રોજગાર માટે સતત પ્રયાસ કરનારા લોકો પાસે ક્યારેય ધનની ખોટ નથી હોતી.

Image Source

3. ચાણક્ય અનુસાર વ્યક્તિએ હંમેશા ઈમાનદારી અને મહેનતથી પૈસા કમાવવા જોઈએ. છળ કપટથી કે ખોટી રીતે કમાવવામાં આવેલા પૈસા વધારે દિવસ સુધી ટકતા નથી.

Image Source

4. ચાણક્યના જણાવ્યા પ્રમાણે જરૂરિયાતથી વધારે પૈસા બચાવવા પણ યોગ્ય નથી. ધનનું દાન પણ કરતુ રહેવું જોઈએ. યોગ્ય કામની અંદર પૈસાનો ખર્ચ કરવો જોઈએ. તેનાથી ધનની રક્ષા થાય છે.

Image Source

5. પૈસા કમાવવા માટે જોખમ ઉઠાવવું પડે છે. જીવનમાં ચુનોતીઓનો સામનો કરનારો વ્યક્તિ હમેશા સફળ થાય છે. માટે જોખમથી ગભરાવવું ના જોઈએ. મહેનતથી કમાવેલા ધનમાં બચત થાય છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.