ચિક્કાર દારૂ ઢીંચીને નશામાં દેખાયો ધનશ્રીનો ઘરવાળો ચહલ? તમે જ જોઇ લો વીડિયો
Yuzvendra Chahal drunk at Rohit Sharma’s birthday party : ભારતીય ટીમનો સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) આ દિવસોમાં IPL 2023માં રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) તરફથી રમી રહ્યો છે. ચહલ અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલરોમાંનો એક છે. ત્યાં સ્ટાર સ્પિનર આ દિવસોમાં તેના અંગત જીવનને લઈને પણ ચર્ચામાં છે.
ચહલનો એક વીડિયો (Video) સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ નશાની હાલતમાં છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે ચહલને તેની કાર તરફ ચાલતા જોઈ શકો છો. પરંતુ જોઈ શકાય છે કે તેને ચાલવામાં ઘણી તકલીફ પડી રહી છે, એટલે કે તે બરાબર ચાલી શકતો નથી અને એક વ્યક્તિ તેને કાર સુધી પહોંચવામાં મદદ કરી રહ્યો છે.
તેની સાથે આવેલ વ્યક્તિ ચહલને કારમાં બેસાડે છે. જોકે, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચહલ કારમાં બેઠા પછી પણ ખૂબ જ અસહજ દેખાઈ રહ્યો છે. ચહલ જે કારમાં બેઠો હતો તેના પર મુંબઈ ઈન્ડિયન્સનો લોગો હતો. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ચહલ મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માની (Rohit Sharma) બર્થડે પાર્ટીમાં (Birthday Party) ગયો હતો અને આ વીડિયો ત્યાંનો છે.
જો કે, આ વીડિયો રોહિત શર્માની બર્થડે પાર્ટીનો છે કે નહીં તેની કોઈ પણ રીતે પુષ્ટિ થઈ નથી. ગુજ્જુરોક્સ પણ આ વીડિયોની પુષ્ટિ કરતુ નથી. ચહલ શા માટે અસ્વસ્થ દેખાઈ રહ્યો હતો તેની કોઈપણ રીતે પુષ્ટિ થઈ નથી. તે દારૂના નશામાં હતો કે તેને કોઈ અન્ય સમસ્યા હતી તે પણ કંઇ સ્પષ્ટ નથી. જો કે, આ વીડિયો સામે આવ્યા બાદ લોકોએ ઘણી પ્રતિક્રિયાઓ પણ આપી હતી.
12yr old me after drinking Appy Fizz #yuzvendrachahal pic.twitter.com/I9mMe2oPVE
— Tweetera🐦 (@DoctorrSays) April 29, 2023