જુડવા બાળકોને લઇને પહેલીવાર ઘરે આવી યૂટયૂબર અરમાન મલિકની પહેલી પત્ની પાયલ, સૌતન કૃતિકાએ કર્યુ જોરદાર સ્વાગત- જુઓ વીડિયો

Payal Malik Kids Grand Welcome : યુટ્યુબર (YouTuber) અને અભિનેતા અરમાન મલિક (Armaan Malik) આ દિવસોમાં સાતમા આસમાને છે. અરમાન હવે ચાર બાળકોનો પિતા બની ગયો છે. હંમેશા તેનું સ્વપ્ન હતું કે તેના ઘરે ચાર નાના મહેમાનો આવે, જે તેણે પોતે એક વ્લોગમાં જાહેર પણ કર્યું હતુ. હવે આખરે તેનું સપનું સાકાર થયું છે.

થોડા દિવસો પહેલા તેની બીજી પત્ની કૃતિકા મલિકે (Kritika Malik) એક પુત્રને જન્મ આપ્યો હતો, હાલમાં જ તેની પહેલી પત્ની પાયલ (Payal Malik) બે જોડિયા બાળકોની માતા બની છે. ત્યારે પાયલને હાલમાં જ હોસ્પિટલથી રજા આપવામાં આવી અને તે તેના બે બાળકોને લઇને ઘરે જ્યારે પહેલીવાર આવી ત્યારે તેની સોતન કૃતિકાએ તેનું ભવ્ય સ્વાગત કર્યું.

કૃતિકાએ આખા ઘરને ફુગ્ગાઓથી સજાવ્યું અને ગુલાબની પાંખડીઓને ફ્લોર પર ફેલાવી. પાયલ તેના બાળકો સાથે ડિલિવરી પછી પહેલીવાર ઘરે આવી ત્યારે કૃતિકાએ આરતી ઉતારી અને તે બાદ પાયલ અને તેના બે બાલકોને ફૂલોની માળા પહેરાવી. આ ઉપરાંત પાયલની દીકરી તુબા મલિકના પગલા પણ વ્હાઇટ કપડા પર પડાવ્યા.

પાયલે કૃતિકાના સ્વાગતમાં કોઇ પણ કસર નહોતી બાકી રાખી. જણાવી દઇએ કે, 6 એપ્રિલ 2023ના રોજ અરમાનની બીજી પત્ની કૃતિકા મલિકે પુત્ર ઝૈદનું સ્વાગત કર્યું, ત્યારબાદ 20 દિવસ પછી 26 એપ્રિલે અરમાનની પહેલી પત્ની પાયલ મલિકે તેના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું. હવે પાયલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થઇ ગઇ છે.30 એપ્રિલ 2023ના રોજ અરમાન મલિકે તેની યુટ્યુબ ચેનલ પર એક વ્લોગ શેર કર્યો,

જેમાં જોઈ શકાય છે કે કૃતિકા અને પાયલ મેચિંગ આઉટફિટ્સમાં છે. જ્યારે પાયલ હોસ્પિટલમાં કેક કાપીને ઘરે પહોંચી ત્યારે તેનું અને તેના બે બાળકોનું કૃતિકાએ ભવ્ય સ્વાગત કર્યુ. વીડિયોમાં પાયલને એવું કહેતી સાંભળી શકાય છે કે તેની દીકરીના આવવાથી તેનું જીવન સારું થઈ જશે.

ઉલ્લેખનીય છે કે અરમાન મલિક જે પોતાના બે લગ્નોને કારણે ઘણીવાર ચર્ચામાં છે તેહવે 4 બાળકોનો પિતા બની ગયો છે. તેને પેહલી પત્ની પાયલ મલિક સાથે બે પુત્રો ચિરાયુ-અયાન અને એક પુત્રી તુબા છે, જ્યારે બીજી પત્ની કૃતિકાથી એક પુત્ર ઝૈદ છે.

Shah Jina