“તે મારા પરિવારને ગાળ આપી છે અને હવે તું મને શીખવાડીશ…? વિરાટ અને ગંભીર વચ્ચેના શાબ્દિક યુદ્ધની અંદરની વાત આવી સામે… જુઓ બંને વચ્ચે શું બોલચાલ થઇ હતી ?

“તે મારા પરિવાર વિશે ખરાબ કહ્યું…”  જાણો વિરાટ અને ગંભીરના ઝઘડા દરમિયાન બંને વચ્ચે શું વાતને લઈને બોલચાલ થઇ હતી, પ્રત્યક્ષદર્શીનું આવ્યું નિવેદન.. જુઓ

Virat Kohli vs Gautam Gambhir fight: IPL 2023માં ગત સોમવારે રાત્રે ગૌતમ ગંભીર (gautam gambhir) અને વિરાટ કોહલી (virat kohli) વચ્ચેની લડાઈ વિશે દરેક જણ વાત કરી રહ્યા છે, પરંતુ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય કે આ વિવાદ ક્યાંથી શરૂ થયો હતો. વાયરલ વીડિયોમાં વિરાટ કોહલી અને અફઘાનિસ્તાનના બોલર નવીન-ઉલ-હકની હેન્ડ શેકની લડાઈ આનું કારણ માનવામાં આવે છે, પરંતુ આ ઝઘડો વધવાના બીજા પણ કારણ છે.

વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે 10 વર્ષ પહેલાનો ઝઘડો જાણીતો છે. તે પછી પણ બંને ખેલાડીઓ વચ્ચે અણબનાવની ચર્ચાઓ સામે આવતી રહી. પરંતુ સોમવારે આ શંકાનો અંત આવ્યો કે બંને ખેલાડીઓ વચ્ચે કોઈ મતભેદ નથી. RCBની હાર પર, ગંભીરે ભીડને શાંત કરવાનો સંકેત આપ્યો, કોહલીએ લખનઉમાં તેને સ્લેજિંગ કરીને બદલો લીધો. જે બાદ મેચના અંતે બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

નવીન ઉલ હક આ ચર્ચાનું કેન્દ્ર હતો. આ ચર્ચાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. પરંતુ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર વચ્ચે શું વાતચીત થઈ તે અંગે કોઈ જાણતું નથી. પરંતુ હવે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તેમની વચ્ચે શાબ્દિક યુદ્ધ જાહેર થયું છે. પીટીઆઈના પ્રત્યક્ષદર્શીઓએ આ મામલે જણાવ્યું હતું.

તેમને કહ્યું, કે “તમે બધાએ વીડિયોમાં જોયું કે કોહલી અને મેયર્સ વચ્ચે થોડી વાતચીત થઈ હતી. તે દરમિયાન મેયર્સે કોહલીને પૂછ્યું કે તે શા માટે તેની ટીમ અને ખેલાડીઓ સાથે સતત દુર્વ્યવહાર કરી રહ્યો છે. જે બાદ વિરાટે તેની સામે સવાલ ઉઠાવ્યો કે ‘તે તેને કેમ જોઈ રહ્યો હતો.’ ત્યારબાદ ગૌતમ ગંભીર આવીને કાયલ માયર્સને વિરાટથી દૂર લઈ જાય છે જેથી મામલો આગળ ન વધે.”

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની ટિપ્પણીને સમજ્યા બાદ કહ્યું, ‘શું બોલે છે બોલ.’ જેના જવાબમાં વિરાટે કહ્યું, ‘મેં તમને કંઈ કહ્યું નથી, તમે કેમ પ્રવેશી રહ્યા છો.’ ગૌતમે જવાબ આપ્યો, ‘ તે મારા ખેલાડીને કહ્યું, મતલબ મારા પરિવાર સાથે દુર્વ્યવહાર કર્યો છે.’ વિરાટે જવાબ આપ્યો, ‘તો પછી તું તારા પરિવારનું ધ્યાન રાખજે.’ છુટા પડતા પહેલા ગંભીરનો છેલ્લો જવાબ હતો, “તું હવે મને શીખવાડીશ”, ત્યારબાદ વિરાટે કહ્યું, “તો હવે મારે તમારી પાસેથી શીખવું પડશે.”

Niraj Patel