આખરે યૂટયૂબર અરમાન મલિકે બતાવી જ દીધો તેના જુડવા બાળકોનો ચહેરો, સૌતન કૃતિકા મલિક પણ થઇ ઇમોશનલ- જુઓ વીડિયો

ફેન્સ ખુશખુશાલ થયા, બે બે પત્ની વાળો યૂટયૂબર અરમાન મલિકે બતાવ્યો જુડવા બાળકોનો ચહેરો, જુઓ ફટાફટ

Armaan Malik Reveals Twins Face : ફેમસ યૂટયૂબર (Youtuber) અરમાન મલિક (Armaan Malik) ના ઘરે હાલ ખુશીનો માહોલ છે. અરમાન હવે ચાર-ચાર બાળકોનો પિતા હબની ગયો છે. અરમાનની બીજી પત્ની કૃતિકાએ (Kritika Malik) થોડા દિવસો પહેલા જ પુત્ર ઝૈદનું આ દુનિયામાં સ્વાગત કર્યુ હતુ અને તે બાદ અરમાનની પહેલી પત્ની પાયલે (Payal Malik) હાલમાં જ તેના બે બાળકો એટલે કે એક દીકરો અયાન મલિક અને એક દીકરી તુબા મલિકનું સ્વાગત કર્યુ છે.

અરમાન અને પાયલ પહેલાથી જ એક પુત્ર ચિરાયુ મલિકના પેરેન્ટ્સ છે અને હવે અરમાન ચાર-ચાર બાળકોનો પિતા બની ગયો છે. અરમાને તેની બીજી પત્ની કૃતિકા મલિકના દીકરા ઝૈદનો તો ચહેરો ચાહકોને બતાવી દીધો હતો. પણ જ્યારથી પાયલની ડિલીવરી થઇ છે ત્યારથી ચાહકો પાયલના બંને બાળકોનો ચહેરો જોવા બેતાબ હતા. ત્યારે હવે ચાહકોની રાહ ખત્મ થઇ ચૂકી છે,

કારણ કે અરમાને તેના વ્લોગમાં ન્યુ બોર્ન બેબીઝના ચહેરાનો દીદાર કરાવ્યો છે. આ વ્લોગ તેણે બાળકોની છઠી પર લાઇવ કર્યો હતો, પણ શૂટ બાળકોના જન્મવાળા દિવસે કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં અરમાન અને કૃતિકા બાળકો સાથે વાત કરતા જોવા મળે છે અને પોતાની ઓડિયન્સને બાળકોને મળાવી રહ્યા છે. આ ક્ષણ બંને માટે ખૂબ જ ભાવુક હતી.

કૃતિકા પણ તેના સાવકા બાળકોને જોઈને ખૂબ જ ભાવુક થઇ ગઇ હતી અને તેની આંખોમાંથી આંસુ પણ આવી ગયા હતા. જણાવી દઈએ કે, અરમાન અને પાયલે તેમના જુડવા બાળકોનું નામ અયાન મલિક અને તુબા મલિક રાખ્યું છે. કૃતિકાએ ગયા મહિને જ તેના પહેલા પુત્રને જન્મ આપ્યો છે. જેનું નામ ઝૈદ મલિક રાખવામાં આવ્યુ છે.

ત્યાં હવે તેમના ઘરે વધુ બે નાના મહેમાનો આવ્યા છે. જે બાદ પરિવારની ખુશી સાતમા આસમાને છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પાયલને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી અને તે બાદ અરમાન તેમજ કૃતિકા અને તેમની ટીમે પાયલ અને તેના બાળકોનું મલિક હાઉસમાં ભવ્ય સ્વાગત કર્યુ. કૃતિકાએ આખા ઘરને ફુગ્ગા અને ગુલાબની પાંખડીઓથી સજાવ્યુ.

જ્યારે પાયલ તેના બાળકો સાથે ડિલિવરી પછી ઘરે આવી ત્યારે તેને અને તેના બાળકોને કૃતિકાએ ફૂલોની માળા પણ પહેરાવી. પાયલે કહ્યું હતુ કે તે તેનું (કૃતિકા) ભવ્ય સ્વાગત કરી શકી નહિ, પરંતુ તેને ખાતરી છે કે કૃતિકા તેનું સ્વાગત કરવામાં કોઈ કસર છોડશે નહીં. કૃતિકાએ ખરેખર પાયલ અને તેના બાળકોના સ્વાગતમાં કોઇ જ કસર છોડી નહોતી.

Shah Jina